🔥 TRENDING Game Over Opens with Strong First-Day... ભારતના એશિયન પારાગેમ્સ ખેલાડીઓએ દેશને... Cult Telugu Film Hits Day 7: Live Box... Mistletoe Murders Season 3 Release Dat... ગોધરા તાલુકાના છકડીયા ચોકડી નજીક ટ્રકમ... Kerala-Born Nithya Raman Wins Historic...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના રિંગરોડ પર વરસાદ પછી 1 કિમીના રસ્તામાં ખાડાઓથી વાહનચાલકોને ભારે હેરાનગતિ
Local

સુરતના રિંગરોડ પર વરસાદ પછી 1 કિમીના રસ્તામાં ખાડાઓથી વાહનચાલકોને ભારે હેરાનગતિ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Sep 2026, 05:28 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વરસાદ પછી સુરતના કમેલા દરવાજા થી રેલવે સ્ટેશન સુધીના 1 કિમીના રસ્તામાં 1 થી 5 ફૂટના ખાડાઓ ઊભા, વાહનચાલકોને ગંભીર મુશ્કેલી.

વરસાદ પછી સુરતના રસ્તાઓની હાલત અતિ બિસ્માર બની ગઈ છે. ખાસ કરીને રિંગરોડ પર કમેલા દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના 1 કિલોમીટરના રસ્તા પર એટલા ભયંકર ખાડા પડ્યા છે કે વાહનચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

આ 1 કિમીના રસ્તા પર ડઝનો ખાડાઓ જોતા એવું લાગે છે કે જાણે આપણે પૃથ્વી પર નહીં પરંતુ અન્ય કોઈ ગ્રહ પર આવી ગયા હોઈએ તેવા દ્રશ્યો સર્જાયા છે. 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીના મહાકાય ખાડાઓએ લોકોની કમર તોડી નાખી છે. લોકો રોષપૂર્વક કહી રહ્યા છે કે તેઓ રોડ પરથી નહીં, પરંતુ ખાડાઓમાંથી જ પસાર થઈ રહ્યા છે.

લાખોની અવરજવર છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી! સુરતનો આ વિસ્તાર એશિયાની સૌથી મોટી કાપડ મંડી તરીકે ઓળખાય છે, જ્યાં 100થી વધુ કાપડ માર્કેટ આવેલા છે. આ વિસ્તારમાં દરરોજ લાખોની સંખ્યામાં વેપારીઓ, શ્રમિકો અને ખરીદી કરવા આવતા લોકોની અવરજવર રહે છે. બસ, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના હજારો વાહનો રોજેરોજ અહીંથી પસાર થાય છે.

પરંતુ છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદને કારણે આ 1 થી 1.5 કિલોમીટરના માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે. કમેલા દરવાજાથી રેલવે સ્ટેશન જવાના રસ્તા પર તમે ખાડા ગણતા થાકી જાવ, પણ ખાડા પૂરા ન થાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
📲Get App