🔥 TRENDING धनबाद के करकेंद बाजार में 29 वर्ष पुरा... Congress Criticises AAP‑GFP Goa Allian... Astana AI Film Festival Sets Record wi... India‑UAE Relations Set to Model BRICS... Union Minister Jitendra Singh urges ex... 8-Year-Old Boy Beaten and Stripped in...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026: ગાંધીનગરમાં પ્રથમ વખત દક્ષિણ એશિયાનો મહત્ત્વપૂર્ણ પર્યાવરણ મંચ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 15 Sep 2026, 03:48 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં WCEF 2026 નો શુભારંભ ગાંધીનગરમાં થયો, જેમાં 66 દેશોના 2000 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા..

વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026 નો શુભારંભ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી પ્રવિણ માળી અને દેશ-વિદેશથી આવેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં થયો. 66 દેશોના 2000 થી વધુ પ્રતિનિધિઓ, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોએ આ મહત્ત્વપૂર્ણ ફોરમમાં ભાગ લીધો.ફોરમમાં વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવા, સર્ક્યુલર બિઝનેસ મોડેલ્સ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે, જે દક્ષિણ એશિયાઈ દેશોમાં પર્યાવરણ અનુકૂળ નીતિઓ અને ટેકનોલોજીના આદાન-પ્રદાનને નવી દિશા આપશે..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં WCEF 2026 નું આયોજન ગૌરવની વાત કરી અને જણાવ્યું કે ગુજરાતની ધરતી પર વૈશ્વિક ચિંતન યાત્રાનો આરંભ થઈ રહ્યો છે,જે અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવા ઉપરાંત આવનારી પેઢીના ભવિષ્યને નવી દિશા આપતી મહત્વપૂર્ણ યાત્રા છે.તેમણે સર્ક્યુલર ઇકોનોમીને ભારતની પ્રાચીન પરંપરાઓનો હિસ્સો ગણાવી રિયુઝિંગ અને રિસાયક્લિંગ આપણા જીવન સાથે સહજ રીતે જોડાયેલાં હોવાનું કહ્યું.આ આયોજનને પર્યાવરણના જતન સાથે વિકાસને પ્રાધાન્ય આપતા ગુજરાત માટે વિશેષ મહત્વપૂર્ણ ગણાવતાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ગ્રીન ઇનોવેશન્સ, વેસ્ટ-ટુ-વેલ્થ મોડેલ્સ અને રિસાયક્લિંગ ટેકનોલોજીને પ્રદર્શિત કરતાં 125 થી વધુ સ્ટોલ્સ ધરાવતાં સર્ક્યુલરિટી એક્સ્પોનું વિધિવત ઉદઘાટન કરી નિરીક્ષણ કર્યું.
📲Get App