🔥 TRENDING एटा में पाँच वांछित अपराधियों पर 15,00... અમદાવાદના મકતમપુરામાં જાહેર ગટરની સમસ્... India Dispatches 3 Tonnes of Anti-TB M... Assam Promotes Lovlina Borgohain to Ad... एटा में जनगणना-2027 की तैयारियां तेज,... Assam Tribune Publishes Editorial on '...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
"VISWAS પ્રોજેક્ટનાં સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવેલ રીક્ષા શોધી કાઢતી નેત્રમ શાખા ભાવનગર"
Crime

"VISWAS પ્રોજેક્ટનાં સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવેલ રીક્ષા શોધી કાઢતી નેત્રમ શાખા ભાવનગર"

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 22 Jul 2026, 12:02 AM 👁 129
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્ય કારણ: આરોપી કરશનભાઈ ડાહ્યાભાઈ ચાવડાની પોતાની રીક્ષા (GJ 07 TV 5004) ના હપ્તા ચડી ગયા હોવાથી, તેમણે કાયદાથી બચવા માટે પોતાની રીક્ષા પર તેમના કાકાની રીક્ષાનો નંબર પ્લેટ લગાવી દીધો હતો.

ભાવનગર પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી સાહેબ (ભાવનગર રેન્જ) તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ દ્વારા એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બનવા તેમજ ગુન્હાના ડિટેક્શનમાં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપેલ.
​જેથી પી.એસ.આઈ. શ્રી જે.એન. ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સી.સી.આર ઈન્ચાર્જ શ્રી, પો.હેડ.કોન્સ. પી.પી. ધોળકીયા દ્વારા યોગ્ય સી.સી.ટી.વી. સર્વેલન્સની કામગીરી કરવા પોલીસ સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અન્વયે અત્રેની શાખાના પો.હેડ.કોન્સ. વી.સી. સોલંકી નાઓ આંબાવાડી તથા મહિલા કોલેજ જંકશનના CCTV કેમેરાનું સર્વેલન્સ કરતા હતા. તે દરમ્યાન તા. ૧૮/૦૭/૨૪ ના ૪:૧૬/૦૮ વાગ્યે રીક્ષા રજી. નં GJ 23 AU 3548 ની પસાર થતી જોવામાં આવતા તેની વીગત ANPR સોફ્ટવેરમાં ચકાસતા એક નંબરની બે અલગ-અલગ રીક્ષા જોવા મળેલ.
​જેથી સદરહૂ રીક્ષા રજી. નંબર આધારે રીક્ષા ચાલકનો સંપર્ક કરી નેત્રમ ખાતે ભરાઈ કરવા માટે બોલાવતા રીક્ષા ચાલકે જણાવેલ કે, પોતે ખરીદેલ રીક્ષાના હપ્તા ચડી ગયેલ હોવાથી પોતાના કબ્જા ભોગવટાની રીક્ષા રજી. નં GJ 07 TV 5004 ની નંબર પ્લેટ કાઢી તેમના કાકાની રીક્ષાના રજી. નં GJ 23 AU 3548 ની નંબર પ્લેટ લગાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરેલ છે તેમ જણાવતા રીક્ષા ચાલક વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી નેત્રમ શાખા ભાવનગર.
​ગુન્હાની વિગત:
​પોલીસ સ્ટેશન: ઘોઘારોડ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૬૨૫૨૧૯૮૬
​કલમ: BNS કલમ ૩૩૮, ૩૪૦(૨) મુજબ
​આરોપીની વિગત:
​નામ: કરશનભાઈ ડાહ્યાભાઈ ચાવડા
​સરનામું: રહે. અધેવાડા, નવી નીશાળ પાસે, ભાવનગર
​કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:
​પી.એસ.આઈ.: શ્રી જે.એન. ગોહિલ
​સી.સી.આર. ઈન્ચાર્જશ્રી: પો.હેડ.કોન્સ. પી.પી. ધોળકીયા
​પોલીસ સ્ટાફ: હેડ.કોન્સ. વી.સી. સોલંકી, હેડ.કોન્સ. જી.વી. મહીડા, પો.કોન્સ. અનિરુદ્ધસિંહ, માયાબેન, શ્રધ્ધાબેન
📲Get App