🔥 ट्रेंडिंग बीजेपी ने उत्तर प्रदेश के 8 राजसभा सीट... यूपी 2027 चुनाव से पहले PDA पर तनाव ने... बीजेपी महाराष्ट्र अध्यक्ष रविंद्र चव्ह... ગાંધી જયંતી પર હિંમતનગરમાં માનવતાના ભા... बालोतरा के हाउसिंग बोर्ड कॉलोनी में अज... સાબરકાંઠા હિંમતનગરમાં ૫૧ એકમ રક્તદાન ક...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરત શહેરમાં VHP દ્વારા અશોકજી સિંઘલની જન્મ શતાબ્દી ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવે ગૌમાતાની 'રાષ્ટ્રમાતા' ઘોષણા કરી

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 04 अक्टू. 2026, 10:15 PM 👁 14
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

VHP એ સુરત શહેરમાં અશોકજી સિંઘલની જન્મ શતાબ્દી ઉજવણી માટે ભવ્ય સામાજિક ગોષ્ઠીનું આયોજન કર્યું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવે ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા માટે હસ્તાક્ષર અભિયાનમાં જોડાયા.

VHP એ સુરત શહેરમાં અશોકજી સિંઘલની જન્મ શતાબ્દી ઉજવણી માટે ભવ્ય સામાજિક ગોષ્ઠીનું આયોજન કર્યું. કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવે ગૌ સન્માન આહવાનના સિગ્નેચર અભિયાનમાં હસ્તાક્ષર કરી ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા માટે જાહેરમાં પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કર્યું.

સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના ખ્યાતનામ સાધુ-સંતો વિશેષ આશીર્વાદ આપવા પધાર્યા.

આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના ટોચના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રામ જન્મભૂમિ આંદોલનના પ્રણેતા સ્વ. અશોકજી સિંઘલના હિન્દુ સમાજ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોને યાદ કરી તેમની સરાહના કરી.
📲Get App