🔥 TRENDING Morgan Stanley Analyst Ridham Desai Hi... India Gains Global Trust, Nations Expr... India's Urbanisation Accelerates Faste... Varavara Rao Leads Campaign to Abolish... BJP alleges foreign backing behind opp... 5 Celebrities Prove Style is About Att...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠામાં ટ્રાફિક નિયંત્રણ માટે TRBની ભરતી, 100 જવાનોની થશે પસંદગી
National

બનાસકાંઠામાં ટ્રાફિક નિયંત્રણ માટે TRBની ભરતી, 100 જવાનોની થશે પસંદગી

✍️ Reporter: Alpeshbhai Bhanabhai Rathod 🗓 09 Sep 2026, 12:02 AM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલનપુર, ડીસા, ધાનેરા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે 100 TRB જવાનોની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 80 પુરુષ અને 20 મહિલા ઉમેદવારોની પસંદગી થશે. 100 જગ્યાઓ સામે કુલ 2,775 અરજીઓ મળી છે.

બનાસકાંઠા: જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે TRB જવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાલનપુર, ડીસા, ધાનેરા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે કુલ 100 TRB જવાનોની ભરતી કરવામાં આવશે.
આ ભરતીમાં 80 પુરુષ અને 20 મહિલા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. કુલ 100 જગ્યાઓ સામે ઉમેદવારો તરફથી 2,775 અરજીઓ મળી હોવાનું જણાવાયું છે.
ઉમેદવારો પાસેથી 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન અરજીઓ મંગાવવામાં આવી હતી. હવે પ્રાપ્ત થયેલી અરજીઓની ચકાસણી કર્યા બાદ લાયક અને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ તેમની નિમણૂક કરવામાં આવશે.
TRB જવાનોની નિમણૂકથી બનાસકાંઠાના મુખ્ય શહેરો અને ટ્રાફિકની વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ અને વ્યવસ્થામાં વધુ મદદ મળશે તેવી આશા છે.
📲Get App