🔥 TRENDING Gwalior telecom zone to receive Rs 493... 25-Year-Old Rule Bars Government Jobs... West Bengal Government Moves to Revise... Minister Agnimitra Paul Announces Four... Australia eyes West Bengal to deepen I... વિસત સર્કલ, ચાંદખેડામાં બાઇક અથડામણમાં...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

TAT‑HS પરીક્ષા પરિણામમાં પારદર્શિતાની માંગ, ખંભાત અને વિંછીયા માં હ્યુમન રાઈટ્સ ફેડરેશનએ મુખ્યમંત્રી કાર્યાલયને અરજી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Nov 2026, 12:35 AM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હ્યુમન રાઈટ્સ ફેડરેશનએ ખંભાત અને વિંછીયા ખાતે TAT‑HS પરીક્ષા પરિણામની પારદર્શિતાની માંગ સાથે આવેદનપત્રો સબમિટ કર્યા અને મુખ્યમંત્રી કાર્યાલયને નકલ મોકલી..

હ્યુમન રાઈટ્સ ફેડરેશનએ આજે ગુજરાતમાં બે અલગ-અલગ સ્થળોએ TAT‑HS પરીક્ષા પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે આવેદનપત્રો સબમિટ કર્યા. પ્રથમ આવેદનપત્ર ઉમેદવાર સંજયભાઈ પટેલ દ્વારા ખંભાત તાલુકા, જિલ્લા આણંદમાં રજૂ કરવામાં આવ્યું, જ્યારે બીજું આવેદનપત્ર વિંછીયા તાલુકા જિલ્લા રાજકોટમાં સબમિટ કરવામાં આવ્યું..

ફેડરેશનની પાંચ મુખ્ય માંગણીઓમાં પેપર‑1 અને પેપર‑2ના ગુણ અલગ-અલગ જાહેર કરવાના, બંને પેપરોનું કુલ ગુણ સ્પષ્ટ દર્શાવવાના, તમામ ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ પ્રદાન કરવાની, ગુણની ગણતરીમાં ચોકસાઈ અને મૂલ્યાંકન સંબંધિત ભૂલો માટે યોગ્ય રજૂઆતની તક આપવાની, કોઈપણ કારણથી TAT‑HS પરીક્ષા રદ ન કરવાની અને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને ઉત્તરવહીનું પુનઃમૂલ્યાંકન (રિ‑એસેસમેન્ટ) કરવાની મંજૂરી આપવાની માંગ છે..

આ બંને આવેદનપત્રોની નકલ માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય, સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માટે પણ મોકલવામાં આવી છે, જેથી રાજ્ય સરકારનું ધ્યાન આ ગંભીર મુદ્દા તરફ દોરવામાં આવે.ફેડરેશનનું સ્પષ્ટ માનવું છે કે TAT‑HS પરીક્ષાના ઉમેદવારોનું ભવિષ્ય જોખમમાં છે, અને સંબંધિત વિભાગો તેમજ રાજ્ય સરકારને ઉમેદવારોની માંગણીઓ પ્રત્યે ગંભીરતાથી વિચારણા કરી પારદર્શક અને ન્યાયસંગત નિર્ણય લેવાની વિનંતી કરે છે.મહેન્દ્ર આયલાણી ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ હ્યુમન રાઈટ્સ ફેડરેશન,એ વિદ્યાર્થીઓના અધિકારો અને ન્યાય માટેની લડત ચાલુ રહેશે એમ પુનઃજોર આપ્યો.
📲Get App