🔥 ट्रेंडिंग કાકાબળીયા બાપુના મંદિરે અંબિકા તાલુકાન... સુરતના છાપરાભાઠા વિસ્તારમાં પતંગની દોર... અરેઠ તાલુકાના ધરમપોર ગામમાં દૂધ સહકારી... 21 નવેમ્બર 2026: સુરત અને તાપી જિલ્લાઓ... ધિ કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની... કોસંબા ગામમાં નેશનલ હાઇવે 48 પર અજાણ્ય...
22 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નલિયા ST બસ સ્ટેશનમાં મુસાફરો માટે બાંકડા મુકાયા, લાંબા સમયની માંગણી સંતોષાઈ
स्थानीय

નલિયા ST બસ સ્ટેશનમાં મુસાફરો માટે બાંકડા મુકાયા, લાંબા સમયની માંગણી સંતોષાઈ

✍️ रिपोर्टर: Salman sama 🗓 30 सित. 2026, 01:11 PM 👁 90
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અબડાસા તાલુકાના નલિયા ST બસ સ્ટેશન ખાતે મુસાફરો માટે બેસવાની સુવિધાના અભાવે સર્જાતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. અનેક રજૂઆતો બાદ આખરે બસ સ્ટેશનમાં બાંકડા મુકવામાં આવ્યા છે.

અબડાસા તાલુકાના નલિયા ST બસ સ્ટેશન ખાતે મુસાફરોને બેસવા માટે બાંકડાની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે લાંબા સમયથી હાલાકી ભોગવવી પડતી હતી. આ મુદ્દે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.

આ સમસ્યાના નિરાકરણ માટે અમારી ટીમ દ્વારા તાલુકા કક્ષાથી લઈને ST વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ST વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નલિયા ST બસ સ્ટેશન ખાતે બાંકડાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મુસાફરોની સુવિધા માટે કરવામાં આવેલી આ કામગીરીમાં જાગૃત નાગરિકો નોતિયાર ફકીર મામદ નોતિયાર અને ઓસમાણભાઈ સહિત અનેક નાગરિકોની મહેનત રંગ લાવી છે. આ સુવિધા શરૂ થતાં મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
📲Get App