🔥 TRENDING Woman found unconscious with injuries... આમોદના નાહિયેર ગામની સ્વામિનારાયણ વિદ્... મહીસાગર : કોંગ્રેસ vs ભાજપ - ચૂંટણી કમ... दोमुंहा सांप मामले में मैगलगंज थानेदार... Suhani Shah’s Magic Act Sparks Claims... Rajkummar Rao’s ‘Prahaar’ Trailer High...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નલિયા ST બસ સ્ટેશનમાં મુસાફરો માટે બાંકડા મુકાયા, લાંબા સમયની માંગણી સંતોષાઈ

✍️ Reporter: Samasandhi Salman Anwar 🗓 30 Sep 2026, 01:11 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અબડાસા તાલુકાના નલિયા ST બસ સ્ટેશન ખાતે મુસાફરો માટે બેસવાની સુવિધાના અભાવે સર્જાતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. અનેક રજૂઆતો બાદ આખરે બસ સ્ટેશનમાં બાંકડા મુકવામાં આવ્યા છે.

અબડાસા તાલુકાના નલિયા ST બસ સ્ટેશન ખાતે મુસાફરોને બેસવા માટે બાંકડાની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે લાંબા સમયથી હાલાકી ભોગવવી પડતી હતી. આ મુદ્દે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.

આ સમસ્યાના નિરાકરણ માટે અમારી ટીમ દ્વારા તાલુકા કક્ષાથી લઈને ST વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ST વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નલિયા ST બસ સ્ટેશન ખાતે બાંકડાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મુસાફરોની સુવિધા માટે કરવામાં આવેલી આ કામગીરીમાં જાગૃત નાગરિકો નોતિયાર ફકીર મામદ નોતિયાર અને ઓસમાણભાઈ સહિત અનેક નાગરિકોની મહેનત રંગ લાવી છે. આ સુવિધા શરૂ થતાં મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
📲Get App