🔥 TRENDING लखनऊ: अधिकारी के.टी. बख्शी ने किया ताल... AAP MP Sanjay Singh accuses Delhi Poli... Three Youths Killed in High-Speed Mini... CJI Surya Kant Declines Meeting Reques... Jawed Habib Recommends Adding White Vi... India condemns attacks on commercial v...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ૧૦ ગુના આચરનાર વોન્ટેડ આરોપીને SOG એ ઝડપી પાડ્યો
Crime

સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ૧૦ ગુના આચરનાર વોન્ટેડ આરોપીને SOG એ ઝડપી પાડ્યો

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 23 Aug 2026, 09:50 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

છેલ્લા ૪ વર્ષથી ચોરી, ઘરફોડ અને લૂંટના ૧૦ ગુનાઓમાં નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને સાબરકાંઠા SOG ટીમે હિંમતનગરથી ઝડપી લીધો છે.

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે છેલ્લા ૪ વર્ષથી ચોરી, ઘરફોડ અને લૂંટ જેવા ૧૦ જેટલા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી સુખદેવ ઉર્ફે સુરજ ઉદારામ ગુર્જર (ઉ.વ. ૨૫, રહે. ગુડા, તા. દેવગઢ, જી. રાજસમંદ, રાજસ્થાન) લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો.

આરોપીએ સાબરકાંઠા જિલ્લાના જાદર, ઈડર, વડાલી, પ્રાંતિજ તથા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અનેક ગુનાઓને અંજામ આપ્યો હતો. આરોપીનો અન્ય જિલ્લાઓમાં પણ મોટો ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે.

સાબરકાંઠા SOG ની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે હિંમતનગર બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.
📲Get App