🔥 TRENDING Indian-origin teenager killed in Londo... Google India to Provide CSAM Case Deta... Crime Branch Probes Death of IIT Bomba... Ketan Agarwal’s Father Demands Death P... 12 New Movies and Shows Debut on Netfl... Suriya and Jyothika Choose Scotland fo...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના ઓલપાડમાં SMCનો મોટો દરોડો: ₹૧૭.૮૦ લાખનો દારૂ-મુદ્દામાલ જપ્ત, ૨ દબોચાયા
Crime

સુરતના ઓલપાડમાં SMCનો મોટો દરોડો: ₹૧૭.૮૦ લાખનો દારૂ-મુદ્દામાલ જપ્ત, ૨ દબોચાયા

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 21 Jul 2026, 05:40 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દરોડાની વિગત અને કાર્યવાહી ​SMCના પી.આઈ. પી. પી. બ્રહ્મભટ્ટ તથા તેમની ટીમ દ્વારા છીણી ગામના ધનસેર ફળિયામાં રહેતા અમિત ચંદુ પટેલના ઘર તથા ટેના રોડ પર આવેલી તેની દુકાન ખાતે એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL), દેશી દારૂ તથા દારૂ બનાવવાનો રસાયણિક ધોવા સહિતનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

ઓલપાડ (સુરત):
રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ધોંસ બોલાવવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ ૧૯ જુલાઈ ૨૦૨૬ના રોજ SMCની ટીમે ઓલપાડ તાલુકાના છીણી ગામે દારૂબંધી અંગે સફળ દરોડો પાડી મોટો જથ્થો અને મુદ્દામાલ જપ્ત કર્યો છે.
​📌 દરોડાની વિગત અને કાર્યવાહી
​SMCના પી.આઈ. પી. પી. બ્રહ્મભટ્ટ તથા તેમની ટીમ દ્વારા છીણી ગામના ધનસેર ફળિયામાં રહેતા અમિત ચંદુ પટેલના ઘર તથા ટેના રોડ પર આવેલી તેની દુકાન ખાતે એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL), દેશી દારૂ તથા દારૂ બનાવવાનો રસાયણિક ધોવા સહિતનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
​📦 જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત:
​વિદેશી દારૂ (IMFL) બોટલો: ૧,૭૭૬ (કિંમત ₹૭,૨૯,૯૪૦/-)
​દેશી દારૂ: ૧૭૫ લિટર (કિંમત ₹૩૫,૦૦૦/-)
​દારૂનો ધોવા: ૧,૮૦૦ લિટર (કિંમત ₹૪૫,૦૦૦/-)
​મોબાઈલ ફોન: ૩ (કિંમત ₹૭૦,૦૦૦/-)
​વાહનો: ૨ (કિંમત ₹૯,૦૦,૦૦૦/-)
​કુલ મુદ્દામાલ: ₹૧૭,૮૦,૦૪૦/-
​🚓 પકડાયેલા આરોપીઓ:
​SMC ટીમે સ્થળ પરથી ૨ આરોપીઓની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી માટે ઓલપાડ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે:
૧. અમિત ચંદુભાઈ પટેલ (ઉંમર ૩૪, રહે. છીણી, ધનસેર ફળિયું, તા. ઓલપાડ)
૨. નટવરભાઈ ઠાકોરભાઈ પટેલ (ઉંમર ૪૫, રહે. છીણી, ધનસેર ફળિયું, તા. ઓલપાડ)
​🔍 વોન્ટેડ આરોપીઓ:
​આ રેડ દરમિયાન દારૂનો જથ્થો સપ્લાય કરનાર દમણના ૩ સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે:
૧. વિશાલ નાવિક (રહે. દમણ - IMFL સપ્લાયર)
૨. સાગર પાટિલ (રહે. દમણ - IMFL સપ્લાયર)
૩. વિશાલ નાવિક સાથે જોડાયેલા અન્ય અજાણ્યા સાગરીતો
​⚖️ કાનૂની કલમો હેઠળ ગુનો દાખલ
​ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત દારૂબંધી અધિનિયમની કલમ ૬૫(A)(E), ૬૫(F), ૮૧, ૮૩, ૯૮(૨) અને ૧૧૬(B) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. SMC દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી બૂટલેગરોમાં ફાફડાટ વ્યાપી ગયો છે.
📲Get App