🔥 TRENDING 17th Kathakali Festival Inaugurated at... IMD forecasts deep depression near Odi... PM condoles MP road accident that kill... Nissan Opens Fourth Dealership in Kera... At Least 44 Killed in Yemen Clashes Be... Delhi Election Commission issues SIR n...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરેન્દ્રનગર: ચોટીલા હાઈવે પર SMCનો દરોડો, ₹20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 12:30 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચોટીલા નજીક સહયોગ હોટલના પાર્કિંગમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે બોલેરો પિકઅપમાંથી મોટો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે..

સુરેન્દ્રનગર જિલ્લાના-:
ચોટીલા નજીક નેશનલ હાઈવે 47 પર આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.આ દરોડા દરમિયાન એક બોલેરો પિકઅપ વાહનમાંથી 13 લાખ રૂપિયાથી વધુની કિંમતની 4,326 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.વાહનને ગણતરીમાં લેતા કુલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી મોકલવામાં આવ્યો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલે આ સફળ ઓપરેશન દ્વારા દારૂના સ્મગલિંગની મોટી કડી ઝડપી છે. હાલમાં SMC દ્વારા દારૂ મોકલનાર, વાહનચાલક, વાહનના માલિક અને રિસીવર સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

આ ઘટના બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હાઈવે પર આવેલી હોટલના પાર્કિંગ સુધી દારૂ ભરેલું વાહન પહોંચી જાય ત્યાં સુધી ચોટીલા પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાય છે. સ્થાનિક પોલીસના નાક નીચેથી આટલો મોટો જથ્થો પસાર થઈ જાય અને અંતે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલે આવીને રેડ પાડવી પડે,ત્યારે ચોટીલા પોલીસનું પેટ્રોલિંગ અને બાતમીદારોની સક્રિયતા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
📲Get App