🔥 TRENDING ଓଡ଼ିଶାରେ ଲଘୁଚାପ ସମ୍ଭାବନା ଓ ଛାତ୍ର ସଂସଦ... PM Modi Expresses Condolences Over Fat... TV veterans Rakesh Bedi and Karan Pate... World Heavyweight Champion Seth Rollin... Actress Nimrat Kaur Says She Avoids TV... BJP Scores Major Wins in West Bengal B...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા: SMC દ્વારા થરા નજીક ₹૧.૨૦ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, બે ઝડપાયા
Crime

બનાસકાંઠા: SMC દ્વારા થરા નજીક ₹૧.૨૦ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, બે ઝડપાયા

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 08 Aug 2026, 11:34 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે બનાસકાંઠા જિલ્લાના થરા નજીકથી કરોડો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગરની ટીમે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે મોટી સફળતા મેળવી છે. થરા-રાધનપુર નેશનલ હાઈવે નંબર-27 પર ઉન ગામ પાસે આવેલા ઓવરબ્રિજ નજીકથી ₹૧.૨૦ કરોડથી વધુના કુલ મુદ્દામાલ સાથે દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડવામાં આવી છે.

SMC ના પી.આઈ. શ્રી પી.બી.જેબલીયા અને તેમની ટીમે ગુપ્ત બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, ટ્રકમાંથી કપડાં અને કચરાના બંડલોની આડમાં છુપાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની ૧૬,૩૪૯ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹૧,૦૫,૧૨,૪૫૧/- થાય છે. આ સાથે, ₹૧૫,૦૦,૦૦૦/- ની કિંમતની ટ્રક, ₹૧૦,૦૦૦/- ના બે મોબાઈલ અને ₹૨૧૦/- રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. કુલ મળીને ₹૧,૨૦,૨૨,૬૬૧/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર ઓમપ્રકાશ આસુરામ કાકલ અને ક્લીનર જીતેન્દ્રકુમાર ભોમારામ કાકલ, બંને રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે IMFL સપ્લાયર હરીશ સોનારામ કુકાણા, ટ્રક માલિક, લુધિયાણાથી દારૂ લોડ કરનાર અજાણ્યો શખ્સ અને ભુજ ખાતે દારૂ મેળવનાર રિસીવર સહિત અન્ય અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગે થરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો અને BNS ની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App