🔥 TRENDING Delhi Police Clarify After Video Shows... Mirabai Chanu Secures India's First Go... India Rebukes UN Rights Office Over De... NHRC seeks report from Police chief on... Chandigarh Police Release Brief of Cas... Jalgaon Police File Case Against Road...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મનપસંદ જીમખાનામાં હાઈપ્રોફાઈલ કેસિનો સ્ટાઈલ જુગારધામ પર SMCના દરોડા: PI જી.વી. ગોહિલ સહિત 3 પોલીસકર્મી ઘરભેગા
Crime

મનપસંદ જીમખાનામાં હાઈપ્રોફાઈલ કેસિનો સ્ટાઈલ જુગારધામ પર SMCના દરોડા: PI જી.વી. ગોહિલ સહિત 3 પોલીસકર્મી ઘરભેગા

✍️ Reporter: Shah Parth Govindbhai 🗓 14 Aug 2026, 09:05 PM 👁 75
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દરીયાપુરમાં મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં 187 જુગારીઓની ઝડપી લેવાની કામગીરી કરવામાં આવી. આ ઘટનામાં સ્થાનિક પોલીસની બેદરકારી બદલ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દરીયાપુર સ્થિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ દ્વારા દરોડા પાડી 187 જેટલા જુગારીઓની ઝડપી લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરોડા બાદ સ્થાનિક દરિયાપુર પોલીસની બેદરકારી બદલ ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર જી.વી. ગોહીલ સહિત 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

2 ઓગસ્ટ 2026ની રાત્રે SMCએ દરિયાપુરના મનપસંદ જીમખાનામાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 187 જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી. અહીં જુગાર કેસિનો-શૈલીનો રમાતો હતો, જેમાં પ્રવેશ માટે સભ્યપદનો ઉપયોગ, આંગડિયા કંપનીઓ દ્વારા નાણાંની હેરફેર અને કોડ શબ્દોનો ઉપયોગ થતો હોવાના આરોપ છે.

આટલા મોટા જુગારધામમાં દરોડા બાદ રાજ્ય પોલીસ વડા (DGP) દ્વારા કથિત બેદરકારી બદલ દરિયાપુર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.વી. ગોહિલ અને સર્વેલન્સ સ્ક્વોડના PSIનો સમાવેશ થાય છે. દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો છે.

આ પહેલા પણ 2021માં SMCએ આ જ જગ્યા પર દરોડો પાડીને 183 જુગારીઓને પકડ્યા હતા અને લગભગ ₹85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે પણ દરિયાપુરના પીઆઈ, પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
📲Get App