🔥 ट्रेंडिंग સુરતમાં બણભા ડુંગર ઈકો ટુરિઝમ સેન્ટરે... સુરતના વાંકલ ગામમાં નવરાત્રિની આઠમી દિ... બારડોલીમાં 5.95 કરોડમાં 6 રસ્તાઓનું રિ... केरल यूडीएफ सरकार ने नवंबर तक नया शराब... बिहार के सीएम सम्राट चौधरी पुलिस पर भड... बनियापुर के वैष्णवी माता गढ़देवी मंदिर...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાવનગર: મહુવામાં SMC/વિજિલન્સની ટીમ પર દેશી દારૂની રેડ દરમિયાન હુમલો; મહિલા બુટલેગરે કોલર પકડી મચાવ્યો હોબાળો, વીડિયો વાયરલ

✍️ रिपोर्टर: Naqvi Mehdi Hasan 🗓 19 अक्टू. 2026, 07:54 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ​પોલીસ ટીમ સાથે થયેલી આ ઝપાઝપી, મહિલાની દાદાગીરી અને અધિકારીઓ સામે થયેલા હોબાળાનો વીડિયો ત્યાં હાજર લોકો દ્વારા પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવાયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતાં સમગ્ર ભાવનગર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. ​સ્થાનિક કક્ષાએ પોલીસ પહોંચીને સમગ્ર મામલે પરિસ્થિતિ થાળે પાડી વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી રહી છે.

મહુવા (ભાવનગર):
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહુવામાં દેશી દારૂના ગેરકાયદેસર ધંધા અને અડ્ડાઓ સામે કાર્યવાહી કરવા પહોંચેલી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) / વિજિલન્સની ટીમ પર સ્થાનિક બુટલેગરો દ્વારા હુમલો અને ઝપાઝપી કરવામાં આવી હતી.
​દેશી દારૂના અડ્ડાઓ પર વહેલી સવારે દરોડા
​પ્રાપ્ત વિગતો અનુસાર, મહુવાના દેવીપૂજક વાસ, ગાંધીબાગ અને કાળભૈરવ ચોક નજીકના વિસ્તારોમાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ અને ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બાતમી ગાંધીનગર વિજિલન્સ/SMC ટીમને મળી હતી. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે SMCની ટીમોએ વહેલી સવારે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન દેશી દારૂ બનાવવાના સાધનો, ગેસ સિલિન્ડર, ભઠ્ઠીનો સામાન અને દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અલગ-અલગ સ્થળોએથી બે આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે.
​મહિલા બુટલેગરે અધિકારીનો કોલર પકડી હોબાળો મચાવ્યો
​રેડની કાર્યવાહી દરમિયાન ગાંધીબાગ / કાળભૈરવ ચોક વિસ્તારમાં જ્યારે ટીમ તપાસ માટે પહોંચી ત્યારે એક મહિલા અને સ્થાનિક બુટલેગરોએ વિજિલન્સની ટીમ સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ શરૂ કર્યું હતું. મહિલાએ વિજિલન્સ અધિકારીનો કોલર પકડીને ભારે દાદાગીરી કરી હતી અને અધિકારીઓ સામે ઘરમાં ઘૂસી જઈને ગેરવર્તણૂક કરવાના આક્ષેપો લગાવ્યા હતા. સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે અધિકારીઓએ હાથ જોડીને “અમે કોઈ લુખ્ખા નથી, અમને છોડી દો” તેવી વિનંતી કરવી પડી હતી, ત્યારબાદ માંડ-માંડ અધિકારી મુક્ત થઈ શક્યા હતા.
​ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
​પોલીસ ટીમ સાથે થયેલી આ ઝપાઝપી, મહિલાની દાદાગીરી અને અધિકારીઓ સામે થયેલા હોબાળાનો વીડિયો ત્યાં હાજર લોકો દ્વારા પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવાયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતાં સમગ્ર ભાવનગર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
​સ્થાનિક કક્ષાએ પોલીસ પહોંચીને સમગ્ર મામલે પરિસ્થિતિ થાળે પાડી વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી રહી છે.
📲Get App