🔥 TRENDING Andhra Medical College Ranks 13th in I... Indian Student from Andhra Pradesh Die... Gujarat Drafts New Aerospace and Defen... Gujarat Weather Alert: Light Showers i... Gujarat CM Calls for Hearts to Fly the... Private Bus Overturns in Haveri, One F...
10 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતની હોસ્પિટલમાં રેસિડન્ટ ડૉક્ટરનું આત્મહત્યા, પરિવાર અને સ્થાનિકો Shocked

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 10 Aug 2026, 06:06 PM 👁 15
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૩૦ વર્ષીય રેસિડન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી છે, જેના કારણે પરિવાર અને સમુદાયમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એમડી (માઇક્રોબાયોલોજી) અભ્યાસ કરતા ૩૦ વર્ષીય રેસિડન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી સમગ્ર મોડાસા વિસ્તારમાં અને તેમના પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ડૉ. હર્ષનો પાર્થિવ દેહ તેમના વતન મોડાસા ખાતે લાવવામાં આવ્યો છે, જ્યાં તેમના પરિવારજનો અને સમુદાયના લોકો શોકમાં ડૂબી ગયા છે.

મૃતકના સગાં-સંબંધીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સુરતની હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા માનસિક બ્લેકમેઇલિંગ અને ભારે ઓવર-રેગિંગ કરવામાં આવતું હતું, જેના કારણે ડૉ. હર્ષે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પરિવારજનોએ જણાવ્યું કે ડૉ. હર્ષ તેમના પિતાનો એકમાત્ર દીકરો હતો, અને પિતા નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ૩૦ વર્ષના જુવાન દીકરાને ગુમાવવા કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે હોસ્પિટલના મેનેજમેન્ટ અને સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે.
📲Get App