🔥 TRENDING India conducts successful test of indi... Tripura BJP Names New Treasurer Ahead... Lt Gen Sushil Chander from Kullu appoi... BJP stages protest in Mandi over Congr... ECI to announce election schedule for... IGRS शिकायतों के निस्तारण में झांसी रे...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સ્મૃતિ ઈરાની દ્વારા મહિલા સશક્તિકરણ પર SGCCI કાર્યક્રમમાં પ્રેરણાદાયી વક્તવ્ય
Local

સ્મૃતિ ઈરાની દ્વારા મહિલા સશક્તિકરણ પર SGCCI કાર્યક્રમમાં પ્રેરણાદાયી વક્તવ્ય

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 05 Jul 2026, 05:49 PM 👁 145
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) લેડીઝ વિંગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન પર પ્રકાશ પાડ્યો.

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) લેડીઝ વિંગ દ્વારા "Empowered Women, Empowered Nation: Stories, Strategies & The Way Forward" શીર્ષક હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઈરાની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન, શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા, નેતૃત્વ અને વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓની અગ્રણી ભૂમિકા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. તેમના માર્ગદર્શનથી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓના યોગદાનને નવી દિશા અને નવી ઊર્જા મળે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.

SGCCI લેડીઝ વિંગના પ્રમુખ અલ્પાબેન મદ્રાસી અને તેમની સમગ્ર ટીમને આ સુંદર અને પ્રેરણાદાયી આયોજન માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મહિલાઓની શક્તિ, ક્ષમતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપતા આવા પ્રયાસો વિકસિત ભારતના સંકલ્પને વધુ બળ આપે છે.
📲Get App