🔥 TRENDING రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల... અમરેલી‑બાબરા માર્ગ પર પુલનું કામ ધીમું... Goa State Announces Weekly Lottery Res... Ponda to Host 24/7 Wildlife Transit Tr... NSE IPO Subscribed 5.7 Times; QIBs Dri... Actor Sonu Sood visits flood‑hit Begus...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામે પાણીમાં ફસાયેલા છ લોકોનું SDRF દ્વારા સફળ રેસ્ક્યૂ

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામે પાણીમાં ફસાયેલા છ લોકોનું SDRF દ્વારા સફળ રેસ્ક્યૂ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 31 Jul 2026, 02:56 PM 👁 167
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામ ખાતે ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં ફસાયેલા છ લોકોને રાજ્ય આપદા પ્રતિસાદ દળ (SDRF)ની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી રેસ્ક્યૂ સાધનોની મદદથી તમામ છ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ કામગીરી દરમિયાન સ્થાનિક તંત્ર અને ગ્રામજનોએ પણ સહયોગ આપ્યો હતો.
સમયસર કરવામાં આવેલી કામગીરીના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ તમામ લોકો સલામત હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે
📲Get App