Crime
SD Pay / Apna Pay કૌભાંડ: મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ એજન્ટ મયુર વ્યાસ દ્વારા ભોગ બનનારને ધાકધમકીનો ઘટસ્ફોટ
SD Pay / Apna Pay એપ્લિકેશન દ્વારા થયેલા રૂ. ૧૫૦૦ કરોડના સાયબર ફ્રોડમાં નવા વળાંકરૂપે, મુખ્ય સૂત્રધારોની ધરપકડ બાદ એજન્ટ મયુર વ્યાસ પર ભોગ બનનાર રોકાણકારોને ધાકધમકી આપવાનો આરોપ લાગ્યો છે.
સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારા SD Pay / Apna Pay એપ્લિકેશન દ્વારા આચરવામાં આવેલા અંદાજે રૂ. ૧૫૦૦ કરોડથી વધુના સાયબર ફ્રોડ પ્રકરણમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો ધવલ પટેલ અને હિરેન શાહની ધરપકડ બાદ, તેમના મળતીયા અને મુખ્ય એજન્ટ તરીકે સામે આવેલા બાપુનગરના મયુર વ્યાસ સામે ભોગ બનનાર રોકાણકારોને ડરાવવા-ધમકાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
સાયબર માફિયાઓ સામે પોલીસ કાર્યવાહી તેજ બનતા અને મીડિયા તેમજ અખબારોમાં મયુર વ્યાસનું નામ તથા તસવીરો જાહેર થતાં કૌભાંડી વર્તુળમાં ફફડાટ ફેલાયો છે. ભોગ બનનારાઓ પૈકીના એક અરજદારે જણાવ્યા મુજબ, જ્યારે તેમણે પોતાની ફસાયેલી રકમ પરત મેળવવા બાપુનગર સ્થિત મયુર વ્યાસના નિવાસસ્થાને જઈ રજૂઆત કરી ત્યારે નાણાં ચૂકવવાને બદલે તેમના પર માનસિક દબાણ બનાવવાનું શરૂ કરાયું હતું.
અમરેલી પોલીસ મથકમાં ચાલી રહેલી તપાસ દરમિયાન નોંધાયેલા નિવેદનમાંથી મયુર વ્યાસનું નામ પાછું ખેંચી લેવા માટે ફરિયાદીને ધાકધમકી આપવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી છે. ભોગ બનનાર વ્યક્તિનું મોં બંધ કરાવવા અને પોલીસ કાર્યવાહીમાંથી બચવા માટે ખોટી ફરિયાદો અને કાનૂની દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાની લેખિત રજૂઆતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી છે.
આ સમગ્ર સાયબર ફ્રોડનું નેટવર્ક કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ સાથે જોડાયેલું હોવાથી પોલીસે હવે એજન્ટો અને મુખ્ય આરોપીઓની સાંઠગાંઠ તથા નાણાકીય લેવડદેવડના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.