🔥 TRENDING सादपुर में बाबासाहेब की मूर्ति स्थापना... મોડાસા: જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિન... नशा सप्लायरों के खिलाफ लालसोट पुलिस की... पुणे: शॉर्ट सर्किटमुळे लॉन्ड्री दुकान... एसपी जालौन ने कोतवाली कालपी का किया आक... અરવલ્લી જિલ્લામાં અણસોલ ચેકપોસ્ટના નવા...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Santej Industrial Area Fire News :
National

Santej Industrial Area Fire News :

✍️ Reporter: Katara Bharatbhai Dilipbhai 🗓 17 Oct 2026, 03:42 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Gandhinagar industrial area fire news

અમદાવાદ-ગાંધીનગર સરહદ નજીક સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં 'સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ' ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફોમ સીટોને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. મેજર કોલ જાહેર થતા કલોલ, કડી, ગાંધીનગર સહિત 3 જિલ્લાની 7 ફાયર ગાડીઓ અને 2 ગજરાજ આગ બુઝાવવા પહોંચ્યા હતા. સદનસીબે, તમામ શ્રમિકો સુરક્ષિત બહાર આવી જતાં કોઈ જાનહાનિના સમાચાર નથી.Santej Industrial Area Fire News : અમદાવાદ-ગાંધીનગર સરહદ નજીક આવેલા કારોલી પાસેના સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત 'સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ' નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઘટના સમયે ફેક્ટરીમાં શ્રમિકો અને કર્મચારીઓ હાજર હોવાથી જીવ બચાવવા દોડધામ મચી ગઈ હતી. ફેક્ટરીમાં ફોમ સીટો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના લીધે દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ડિબંગ ગોટા ઊડતા નજરે પડ્યા હતા.મેજર કોલ જાહેર ત્રણ જિલ્લાની ફાયર ટીમો પહોંચી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કલોલ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, કલોલની 3 ગાડીઓ (ગાંધીનગર જિલ્લો), કડીની 2 ગાડીઓ (મહેસાણા જિલ્લો) ઉપરાંત ગાંધીનગરથી 2 ગજરાજ ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે કામે લગાવાઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતાં માણસા, અમદાવાદ અને વડસરથી પણ વધુ ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી.નકશા જુઓપ્રાથમિક તબક્કે જાનહાનિ નહી
રાહતની વાત એ છે કે હાલના તબક્કે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. પ્રાથમિક પૂછપરછ અનુસાર, આગ લાગતા જ ફેક્ટરીમાં કામ કરતા તમામ શ્રમિકો સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે બહાર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ નુકસાની અને આગ લાગવાના સાચા કારણ અંગે વધુ માહિતી સામે આવશે.
📲Get App