🔥 TRENDING Kiara Advani Spends Beach Day with Hus... Vijay Varma Supports Anti-CEC Protests... Salman Khan Warns Paparazzi of Strict... Autopsy Reveals Cause of Nana Patekar'... Mahaveer Jain Films Unveils Kannada Sc... Shatrughan Sinha Wishes Amitabh Bachch...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત RTO કચેરીમાં સર્વર ડાઉન મુદ્દે અરજદાર અને ક્લાર્ક વચ્ચે ઝપાઝપી, વીડિયો વાયરલ
Local

સુરત RTO કચેરીમાં સર્વર ડાઉન મુદ્દે અરજદાર અને ક્લાર્ક વચ્ચે ઝપાઝપી, વીડિયો વાયરલ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 09:42 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની પાલ RTO કચેરીમાં વારંવાર સર્વર ડાઉનની સમસ્યાને કારણે વાહન ડિટેઇન કરાયેલા અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ મુદ્દે એક અરજદાર અને RTO ક્લાર્ક વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતાં મામલો વણસ્યો હતો.

સુરત શહેરની પાલ સ્થિત RTO કચેરીમાં સર્વર ડાઉનની સમસ્યા સામાન્ય બની ગઈ છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને કારણે ડીટેઇન કરાયેલા વાહનોના મેમો ભરવાની કામગીરી પણ ઠપ થઈ ગઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે એક અરજદાર અને RTO કચેરીના ક્લાર્ક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઝપાઝપી સુધી પહોંચી હતી. બંને પક્ષે ધીરજ ગુમાવતાં કચેરીમાં ભારે હોબાળો મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, માર્વિન ચોવટિયા નામના એક અરજદાર પોતાના ડીટેઇન થયેલા વાહનનો મેમો ભરવા માટે ગઈકાલે બપોરે RTO કચેરી પહોંચ્યા હતા. ત્યારે કર્મચારીઓએ સર્વર ડાઉન હોવાનું કારણ જણાવી કામગીરી બંધ રાખી હતી. આજે પણ નિયત સમયે પહોંચતા તેમને ફરી એ જ જવાબ મળ્યો હતો. આ બાબતે અરજદારને શંકા જતાં તેમણે કાઉન્ટર પર હાજર કર્મચારીને પૂછ્યું હતું કે, શું દરરોજ લંચ ટાઈમના નામે સર્વર બંધ બતાવી કામ અટકાવી દેવાય છે?

અરજદારના જણાવ્યા મુજબ, ત્યાં હાજર એક અન્ય અરજદારના પુત્રએ સર્વર ચાલુ હોવાનું કહી વીડિયો રેકોર્ડિંગ કરવા જણાવ્યું હતું. આથી, વ્લોગર તરીકે સક્રિય માર્વિન ચોવટિયાએ પોતાના મોબાઈલથી સમગ્ર ઘટનાનું શૂટિંગ શરૂ કર્યું હતું. શરૂઆતમાં ક્લાર્કે વીડિયો બનાવવા દેવાની મંજૂરી આપી હતી, પરંતુ જેમ જેમ વાતચીત વધુ ઉગ્ર બનતી ગઈ તેમ તેમ ક્લાર્કે ધીરજ ગુમાવી દીધી અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ અરજદારે કર્યો છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફરી એકવાર સરકારી કચેરીઓમાં કામગીરી અને કર્મચારીઓના વર્તન સામે સવાલો ઊભા થયા છે. સર્વર ડાઉન હોવાનું બહાનું કાઢીને કામગીરી અટકાવવાની વૃત્તિ અને અરજદારો સાથે થતી ગેરવર્તણૂક સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
📲Get App