Local
સુરત: બાયોડાયવર્સિટી પાર્કમાં વિવાદો બાદ તંત્ર હરકતમાં, જાળવણી માટે ₹83 લાખના ખર્ચે ખાનગી એજન્સીને કામગીરી સોંપવાની કવાયત
સુરત મહાનગરપાલિકા સંચાલિત બાયોડાયવર્સિટી પાર્કમાં સુરક્ષા અને ગંદકીના વિવાદો બાદ તંત્ર દ્વારા પાર્કના બે ઝોનની જાળવણી અને સફાઈ માટે ₹83 લાખના ખર્ચે ખાનગી એજન્સીને કામગીરી સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત બાયોડાયવર્સિટી પાર્કમાં સુરક્ષા અને સ્વચ્છતાના અભાવે સર્જાયેલા ભારે વિવાદો બાદ આખરે તંત્ર મોડે મોડે હરકતમાં આવ્યું છે. ઉધના ઝોન દ્વારા પાર્કની યોગ્ય જાળવણી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઝોન-D અને ઝોન-B3 ની 12 મહિનાની હોર્ટીકલ્ચર મેઇન્ટેનન્સની કામગીરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
અગાઉ આ પાર્કમાં સુરક્ષા વ્યવસ્થા નહિવત હોવાના કારણે અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ અડ્ડો જામ્યો હતો. અહીં દારૂની મહેફિલો, ગંદકીના ઢગલા અને લાઇટ ચોરી જેવી ગેરપ્રવૃત્તિઓની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈને શાસકોએ રૂબરૂ સ્થળ તપાસ કરી અધિકારીઓનો જોરદાર ઉધડો લીધો હતો, જેના પગલે હવે આ સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.
પાર્કના ગાર્ડનિંગ અને તળાવની સફાઈ માટે અંદાજિત 83 લાખ રૂપિયાના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ઝોન-B3 માં 1,10,885 ચોરસ મીટર ગાર્ડનિંગ એરિયા, 6,200 ચોરસ મીટર સફાઈ વિસ્તાર તથા 11,100 ચોરસ મીટર લેક ક્લિનિંગની કામગીરી સામેલ છે, જેના માટે વાર્ષિક 35.73 લાખ રૂપિયાની સૌથી નીચી ઓફર આવી છે.
બીજી તરફ, ઝોન-D માં 1,34,006 ચોરસ મીટર ગાર્ડનિંગ એરિયા, 4,845 ચોરસ મીટર સફાઈ વિસ્તાર તેમજ 18,200 ચોરસ મીટર લેક ક્લિનિંગ માટે 43.33 લાખ રૂપિયાની સૌથી નીચી ઓફર પ્રાપ્ત થઈ છે. આ ખાનગી એજન્સીની નિમણૂકથી પાર્કની સુરક્ષા અને સ્વચ્છતાની સ્થિતિ સુધરશે તેવી આશા રાખવામાં આવી રહી છે.