🔥 TRENDING Gujarat CM Bhupendra Patel launches Sh... विधायक संजय जाटव ने वार्ड नंबर 15 का द... Gujarat unveils Bet Dwarka Corridor wi... Bihar CM Samrat Chaudhary orders upgra... World Spine Day Highlights Surge in Lo... Jaipur crackdown seizes thousands of m...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બરવાળાના ખારા વિસ્તારમાંથી ₹32 હજારનો 1,109 કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
Crime

બરવાળાના ખારા વિસ્તારમાંથી ₹32 હજારનો 1,109 કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 16 Oct 2026, 01:58 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદ જિલ્લા પુરવઠા શાખાએ બરવાળાના ખારા વિસ્તારમાં દરોડો પાડી એક ખાનગી મકાનમાંથી 1,109 કિલોગ્રામ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની કિંમત ₹32,002 આંકવામાં આવી છે.

બોટાદ જિલ્લાના બરવાળા શહેરના ખારા વિસ્તારમાં સરકારી અનાજના કાળા કારોબાર સામે જિલ્લા પુરવઠા શાખા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન એક ખાનગી મકાનમાંથી બિનહિસાબી રીતે સંગ્રહેલો સરકારી અનાજનો જથ્થો મળી આવતાં કુલ 1,109 કિલોગ્રામ અનાજ સીઝ કરવામાં આવ્યું હતું. ઝડપાયેલા અનાજની કુલ કિંમત ₹32,002 આંકવામાં આવી છે, જેનાથી સરકારી અનાજના કાળા બજારીયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

બોટાદ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા શાખાના કર્મચારીઓ દ્વારા તા. 13/10/2026ના રોજ બરવાળા શહેરના ખારા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન અસલમભાઈ આધારભાઈ મરેકડા (રહે. ખારા વિસ્તાર, બરવાળા)ના મકાનમાંથી ચોખા, ઘઉં અને બાજરી સહિત કુલ 1,109 કિલોગ્રામ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 374 કિલો ચોખા, 299 કિલો ઘઉં અને 436 કિલો બાજરીનો સમાવેશ થાય છે.

ઝડપાયેલા અનાજના જથ્થા અંગે ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના વેપારાનું નિયમન કરવા બાબતના નિયમો, 1973 હેઠળ કાર્યવાહી કરી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955ની કલમ 6A હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી અનાજના જથ્થા અંગેની ગેરરીતિઓ અટકાવવા અને જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિતા જાળવવાના હેતુથી નિયમોનુસાર તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી સરકારી અનાજના ગેરકાયદેસર વેપાર સામે કડક પગલાં લેવાશે તેવી અપેક્ષા છે.
📲Get App