🔥 ट्रेंडिंग सेतु आयोग ने ‘विकसित उत्तराखण्ड‑2047’... उत्तarakhand आयुर्वेद विश्वविद्यालय के... रक्षा बंधन 2026 शुक्रवार को पड़ रहा है... गृह मंत्री अमित शाह ने सुरक्षा के लिए... दिल्ली पर नारंगी बारिश चेतावनी, गुड़गा... ભારૂચમાં મહમદપુરા અને મનુબર ચોખળીમાં ખ...
24 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ₹24 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

✍️ रिपोर्टर: Samir Bhalodiya 🗓 23 अग. 2026, 02:56 PM 👁 9
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચે બે અલગ-અલગ દરોડા પાડીને 5,928 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના પ્રદીપ ખાડિયા અને બિલખા વિસ્તારમાં દારૂના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે બહારના રાજ્યમાંથી લાવવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે.

જૂનાગઢ પોલીસના સત્તાવાર સોશિયલ મીડિયા સ્ત્રોત દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ દરોડા દરમિયાન પોલીસે કુલ 5,928 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં દારૂ સહિત કુલ ₹24,23,468/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસની આ સઘન તપાસ દરમિયાન બે અલગ-અલગ કેસ શોધી કાઢવામાં આવ્યા છે. હાલમાં આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App