🔥 TRENDING लोणीत वाचन प्रेरणा दिन उत्साहात; ग्रंथ... ઉમરપાડા જંગલમાંથી ખેરના વૃક્ષો કાપતી 8... कटिहार के आजमनगर में दुर्गा पूजा की धू... ખેરાલુના મલેકપુર મહાદેવપુરામાં પરંપરાગ... IAS Officer Faces Inquiry After Using... Two Arrested Over Viral Tourist Disput...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મનપા: ₹17.30 કરોડના ભાડામાં 33 મશીનો, ખરીદી કરતાં ₹5.75 કરોડ વધુ ખર્ચની દરખાસ્ત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 08:25 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગ દ્વારા 33 એસ્કેવેટર અને હેવી લોડર મશીનો બે વર્ષ માટે ભાડે રાખવા માટે ₹17.30 કરોડની દરખાસ્ત કરાઈ છે, જે મશીનોની કાયમી ખરીદીના ખર્ચ કરતાં ₹5.75 કરોડ વધુ છે. આ દરખાસ્ત સામે જાહેર બાંધકામ સમિતિના ચેરમેને નારાજગી વ્યક્ત કરી છે.

સુરત મહાનગરપાલિકા (SMC) ના વર્કશોપ વિભાગની કામગીરી અને નિર્ણયક્ષમતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મનપા દ્વારા જે મશીનરી કાયમી ધોરણે ખરીદવામાં આવે તો અંદાજે ₹11.55 કરોડનો ખર્ચ થાય, તે જ 33 એસ્કેવેટર અને હેવી લોડર મશીનો માત્ર બે વર્ષ માટે ભાડે રાખવા પાછળ અધિકારીઓએ ₹17.30 કરોડ ખર્ચવાની અજીબોગરીબ દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત મુજબ, મશીનોની કાયમી ખરીદીના કુલ ખર્ચ કરતાં પણ ₹5.75 કરોડ જેટલી વધુ રકમ માત્ર બે વર્ષના ભાડા પેટે ચૂકવી દેવાની મંજૂરી માંગવામાં આવી હતી.

આ પ્રકારે સરકારી પૈસાના વેડફાટનો તખ્તો સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન અને વિભાગોમાં ચાલતાં વિકાસ કાર્યો, ખોદકામ તેમજ કચરો કે કાટમાળ હટાવવા જેવી કામગીરી માટે નિયમિતપણે એસ્કેવેટર અને હેવી લોડર જેવાં સાધનોની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે વર્કશોપ વિભાગ દ્વારા 33 મશીનો ભાડે લેવા માટે ₹17.30 કરોડના તોતિંગ અંદાજની મંજૂરી મેળવવા જાહેર બાંધકામ સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

જોકે, પ્રજાના પૈસાનો આ પ્રકારે ખુલ્લેઆમ વેડફાટ કરવાનો તખ્તો જોઈને જાહેર બાંધકામ સમિતિના ચેરમેન રાજેન્દ્ર પટેલે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આ દરખાસ્ત સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ મામલો મનપાના વહીવટીતંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.
📲Get App