अपराध
સાબરમતી રેલવે સ્ટેશન પાસે પાન પાર્લરમાં ₹1600ની ઉધારી મુદ્દે ગ્રાહકનું મોત
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન બહાર પાન પાર્લરમાં ઉધારના ₹1600 મુદ્દે થયેલા ઝઘડામાં ગ્રાહક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન બહાર આવેલા એક પાન પાર્લરમાં ઉધારના પૈસા મુદ્દે થયેલા વિવાદે જીવ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ₹1600ની ઉધારી બાબતે ગ્રાહક અને પાન પાર્લરના સંચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ વિવાદ એટલો વધી ગયો કે આરોપી અનિલ ઠાકોરે ઉધાર રાખનાર ગ્રાહક રાજેશ ઠાકોર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજેશ ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ગંભીર રીતે ઘવાયેલા રાજેશ ઠાકોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, બે દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ગત 2 ઓક્ટોબરે તેમનું દુઃખદ અવસાન થયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી અનિલ ઠાકોરની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.