🔥 TRENDING ಚನ್ನಗಿರಿ ತಾಲ್ಲೂಕು ದಾವಣಗೆರೆ ಜಿಲ್ಲೆ ಚನ್... રાજકોટના મોવડી વિસ્તારમાં પાર્ક કરેલી... રાજકોટ યાજ્ઞિક રોડ પર સીટી બસ અને બાઈક... वसति विद्यालयों में प्राचार्य एवं पर्य... Questions Mount Over Police Action Aga... Cyclone Arnab Hits MP: Shajapur Temp P...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા પોલીસે ₹14.24 કરોડનું આંતરરાજ્ય સાયબર ફ્રોડ સિન્ડિકેટ તોડી, 9 આરોપીઓની ધરપકડ
Crime

સાબરકાંઠા પોલીસે ₹14.24 કરોડનું આંતરરાજ્ય સાયબર ફ્રોડ સિન્ડિકેટ તોડી, 9 આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Sep 2026, 09:04 PM 👁 161
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસે 10 આરોપીઓમાં 9 ને ધરપકડ કરી, 12 શંકાસ્પદ મ્યુલ બેન્ક ખાતાઓ અને ₹14.24 કરોડની ફ્રોડ રકમનો પર્દાફાશ કર્યો.

હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા 14.24 કરોડ રૂપિયાની આંતરરાજ્ય સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. પોલીસએ મ્યુલ બેન્ક એકાઉન્ટો દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીમાં જોડાયેલા 10 આરોપીઓમાંથી 9 ને ધરપકડ કરી, જ્યારે એક આરોપી હજુ પણ ફરારમાં છે.

તપાસ દરમિયાન હિંમતનગર અને ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 12 શંકાસ્પદ મ્યુલ બેન્ક એકાઉન્ટો મળી આવ્યા. NCRP પોર્ટલ પર તપાસ કરતા આ ખાતાઓ સામે કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી 17 ફરિયાદો નોંધાયેલી હતી.

સિંડીકેટ દ્વારા કુલ ₹14,24,59,668ની સાયબર ફ્રોડ કરવામાં આવી હતી. ઝડપાયેલા 12 મ્યુલ એકાઉન્ટોમાંથી માત્ર ₹20,31,466ની સીધી વ્યવહાર નોંધાઈ હતી.

આરોપીઓએ ખાતાધારકોને 3 થી 4 ટકા કમિશન આપીને તેમની ખાતામાં ફ્રોડની રકમ ટ્રાન્સફર કરી, ત્યારબાદ ATM અને ચેક દ્વારા રોકડ ઉપાડી અન્ય ખાતાઓમાં પરિવહન કરતા.

પોલીસે આ તપાસને આગળ વધારીને સંબંધિત રાજ્યોમાં પણ કેસ નોંધ્યો છે અને બાકી રહેલા આરોપીનો પકડ માટે શોધ ચાલુ રાખી રહી છે.
📲Get App