🔥 TRENDING Rohas: Married woman found hanged, you... Villagers Set Fire to Liquor Shop in T... Monsoon Active in MP: Heavy Rain in Bh... Father and Son Drown While Bathing in... રામોલ પોલીસ સ્ટેશનની સતર્ક કામગીરીમાં... સાબરકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૫૭૬ બ...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના પાલોદમાં ₹1.16 કરોડના કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, 3 ડ્રાઈવરો ઝડપાયા
Crime

સુરતના પાલોદમાં ₹1.16 કરોડના કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, 3 ડ્રાઈવરો ઝડપાયા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 Aug 2026, 04:12 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પાલોદ હાઇવે પર ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા મોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે ₹1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

સુરતના પાલોદ વિસ્તારમાં હાઇવે પર ચાલતા કેમિકલ ચોરીના એક મોટા રેકેટનો પાલોદ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી કરતા ત્રણ ડ્રાઈવરોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હજીરાથી કેમિકલ ભરીને અંકલેશ્વર અને દહેજ પહોંચાડવાના બદલે પાલોદ પાસે ટેન્કર ઉભું રાખી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢીને વેચવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી 600 લિટર ટોલ્યુઇન કેમિકલ, બે ટેન્કર, એક ટેમ્પો અને પાઇપ સહિત કુલ ₹1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર સુરેશચંદ્ર રામલાલજી ખટીક હાલમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની શોધખોળ તેજ કરવામાં આવી છે અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
📲Get App