🔥 TRENDING IMD Predicts Heavy Rainfall for Kerala... Bay of Bengal Storm Threatens Thai Sou... Man Seen Under Influence of Drugs in J... Kerala Vlogger Booked Over Video of Ka... Ludhiana Man Caught on CCTV Beating Wi... ‘Heated Rivalry’ Returns: Hudson Willi...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નખત્રાણા યક્ષ મેળામાં પાર્કિંગના નામે મનમાની વસૂલાત: ₹100થી ₹200 સુધીની ઉઘરાણી અંગે સવાલો
Local

નખત્રાણા યક્ષ મેળામાં પાર્કિંગના નામે મનમાની વસૂલાત: ₹100થી ₹200 સુધીની ઉઘરાણી અંગે સવાલો

✍️ Reporter: Rameshbhai Ven 🗓 29 Sep 2026, 08:22 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નખત્રાણા ખાતે યોજાયેલા યક્ષ મેળામાં વાહન પાર્કિંગના નામે ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. માત્ર કાગળનો ટુકડો આપી ₹100થી ₹200 સુધીની વસૂલાત થતાં શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

નખત્રાણાના પ્રખ્યાત યક્ષ મેળામાં વાહન પાર્કિંગના નામે થતી ઉઘરાણી અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મેળામાં આવતા વાહનચાલકો પાસેથી પાર્કિંગના બહાને ₹100થી ₹200 સુધીની રકમ વસૂલવામાં આવી રહી છે. આક્ષેપો મુજબ, વાહન પાર્ક કરવા માટે માત્ર એક કાગળનો ટુકડો આપી દેવામાં આવે છે અને તેના બદલામાં મોટી રકમ લેવાય છે. જ્યારે મેળામાં ભીડ અને ટ્રાફિક વધે છે, ત્યારે આ રકમ ₹200 સુધી પહોંચી જાય છે.

આ પ્રકારની મનમાની વસૂલાત અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ધાર્મિક મેળામાં દૂરદૂરથી ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારો શ્રદ્ધા સાથે આવે છે. આવા સમયે પાર્કિંગના નામે તેમની પાસેથી આ રીતે વધુ પૈસા પડાવવામાં આવતા હોવાનું કહેવાય છે. આ વસૂલાતને કોણ રોકશે તે એક મોટો પ્રશ્ન છે.

પાર્કિંગના દર કોણે નક્કી કર્યા છે, તેની મંજૂરી કોની પાસેથી લેવામાં આવી છે અને વસૂલાતની કોઈ સત્તાવાર રસીદ કેમ આપવામાં આવતી નથી તેવા અનેક સવાલો વચ્ચે સરકારી તંત્રની દેખરેખ અને કાર્યવાહી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. શું મેળામાં આવતા સામાન્ય લોકો પાસેથી મનફાવે તેટલી રકમ વસૂલવાની છૂટ છે કે પછી જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે તે તપાસનો વિષય બન્યો છે.

હાલમાં, આ સમગ્ર મામલે તંત્રએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ. પાર્કિંગની વસૂલાતની યોગ્ય તપાસ હાથ ધરીને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકો અને મેળામાં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી રહી છે.
📲Get App