🔥 ट्रेंडिंग શહેરાના કવાલી ગામમાં આંગણવાડી જર્જરિત... સુરતમાં "NO DRUGS IN SURAT CITY" અભિયા... कार ने पार्केड ट्रक को टक्कर मारते 4 म... 55 दिनों की खोज के बाद माँ ने बेटे के... ખોખરા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દાર... यश की एक्शन फ़िल्म ‘टॉक्सिक’ का OTT रि...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કુતિયાણાના મહોબતપરા ગામે જુગાર રમતા છ ઈસમો ₹૭૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા, એક ફરાર
अपराध

કુતિયાણાના મહોબતપરા ગામે જુગાર રમતા છ ઈસમો ₹૭૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા, એક ફરાર

✍️ रिपोर्टर: Varu Arjanbhai 🗓 01 सित. 2026, 02:06 PM 👁 70
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કુતિયાણા તાલુકાના મહોબતપરા ગામના સીમ વિસ્તારમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી છ ઈસમોને રોકડા રૂપિયા ૭૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જોકે, એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહોબતપરા ગામની ખાખરબીડ સીમ વિસ્તારમાં જુગાર રમતા છ ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કુતિયાણા પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મહોબતપરા ગામ નજીક જયેશ નરશીના ખેતરમાં આવેલા ખુલ્લા ઝુપડામાં દરોડો પાડ્યો હતો.

પોલીસની કાર્યવાહી દરમિયાન, આરોપીઓ તીનપતિ રોન નામનો હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી છ ઈસમોને કુલ ૭૮,૮૦૦ રૂપિયા રોકડા અને ગંજીપાના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે, જયેશ નરશી નામનો એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં અરભમ લીલા ખુંટી, રાજેશ લલીતરાય નિમાવત, કેશુ એભા બોખીરીયા, લીલા રામ ખુંટી, ખીમા ભીમા ઓડેદરા અને કારા જીવા ભારાઈનો સમાવેશ થાય છે. આ તમામે જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપી જયેશ નરશીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
📲Get App