🔥 TRENDING Jk casual Daily wagers forum Hoids pro... Supreme Court Imposes Deadline on Elec... Supreme Court Urges West Bengal Speake... Supreme Court Clarifies Changes to For... AIMIM Faces Fresh Controversy in Hyder... Left Parties Protest Against CEC Gyane...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા ૧૫ આરોપીઓ ₹૧.૪૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

✍️ Reporter: Rameshbhai Ven 🗓 28 Sep 2026, 06:34 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને જુગાર રમતા ૧૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ, ધાણીપાસા અને મોબાઇલ ફોન સહિત કુલ ₹૧,૪૯,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતા કુલ ૧૫ આરોપીઓને દબોચી લીધા હતા.

પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ ₹૭૧,૫૦૦/-, બે નંગ ધાણીપાસા જેની કિંમત ₹૩,૦૦૦/- અને ૧૫ નંગ મોબાઇલ ફોન જેની કિંમત ₹૭૫,૦૦૦/- થાય છે, એમ કુલ ₹૧,૪૯,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

ઝડપાયેલા આરોપીઓમાં લીનશ મણીલાલભાઈ ટાંક, દિપક ખીમગરભાઈ ગુસાઈ, આરીફ જુસબભાઈ ચાકી, રાજેશગીરી ગોવિંદગીરી ગોસ્વામી, હાર્દીક કાનજીભાઈ ખુંગલા, ગોપાલ કેશવજીભાઈ મહેશ્વરી, વિનોદ મદનભાઈ દાતણીયા, સીરાજ સીધીકભાઈ ચાકી, ગુલામ સીદીકભાઈ કેવર, સુલેમાન ભચુભાઈ કકલ, હર્શીલ યોગેશભાઈ વાધેલા, ડેનીશ ચેતનભાઈ બુધ્ધભટી, હનીફ અલીમામદ કકલ, જીતુ જેન્તીલાલ સોલંકી અને પ્રગ્નેશ મુકેશભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓની ઉંમર ૨૧ થી ૫૮ વર્ષની વચ્ચે છે.

આ સફળ કામગીરી પશ્ચિમ કચ્છ-ભુજ LCB ના PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ તથા એમ.એચ. શીણોલ, ASI નીલેશ ભટ્ટ, HC રાજેન્દ્રસિંહ રાઠોડ, નવીન જોષી, શક્તિસિંહ ગઢવી, જયદેવસિંહ જાડેજા, જીવરાજ ગઢવી, PC ભરત ગઢવી, પરબત ચૌધરી અને નરેશભાઈ ચૌધરી સહિતની ટીમે પાર પાડી હતી.
📲Get App