🔥 TRENDING इटावा में भारी वर्षा के कारण 26 सितंबर... सेवा संकल्प अभियान के तहत “आंगन मिलन स... RSS Chief Mohan Bhagwat to Hold NYC Ev... TMC and CPM Forge Unexpected Alliance... Women Quietly Steering Punjab Politics... Coca-Cola Triangular Series 1998: Cric...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કચ્છના ઉગેડી નજીક મુસ્લિમ યુવાન પર હુમલો, ₹૧૫ હજારની લૂંટ

✍️ Reporter: ODIYAN 🗓 26 Sep 2026, 07:30 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નખત્રાણા તાલુકાના ઉગેડી ગામ પાસે એક મુસ્લિમ યુવાન પર સામાજિક તત્વો દ્વારા હુમલો કરી ₹૧૫ હજારની લૂંટ કરવામાં આવી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો.

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ઉગેડી ગામ નજીક એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સામાજિક તત્વો દ્વારા એક મુસ્લિમ યુવાન પર હુમલો કરી તેની પાસેથી ₹૧૫ હજારની લૂંટ ચલાવવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચકચાર જગાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાગિયારી ગામનો ૨૨ વર્ષીય બસીર અલી નોતિયાર કોલસો ભરીને ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રોડ પર ગાયને કારણે તેને વાહન અટકાવવું પડ્યું હતું. આ સ્થિતિનો લાભ લઈને ત્યાં હાજર કેટલાક વ્યક્તિઓએ બસીર અલીને રોકી, તેનું નામ પૂછ્યું અને ત્યારબાદ તેની સાથે મારામારી કરી ₹૧૫ હજારની લૂંટ કરી લીધી.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બસીર અલીને તાત્કાલિક સારવાર માટે ભુજની G.K. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક સામાજિક આગેવાનો મોહસીન હિંગોરજા, ઇકબાલ જત, ઇમરાન રાઠોડ, મોહમદ ખલિફા અને અનીશ જુણેજા સહિતના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા.

આગેવાનોએ પીડિત યુવાનને પોલીસ ફરિયાદ નોંધાવવામાં જરૂરી મદદ કરી હતી અને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તથા પીડિત યુવાનને ન્યાય મળે તેવી માંગ કરી છે. આ ઘટના અંગે કાયદો હાથમાં લેવાની કોઈને છૂટ ન હોવી જોઈએ તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી છે.
📲Get App