🔥 TRENDING ખાંભામાં ભોજલરામ નાગરિક શરાફી સહકારી મ... कार्यसम्राट आमदार किसनजी कथोरे यांचा व... Goa Records Average of Four Rapes or S... Amit Shah Finalises UDP MLAs' Entry in... बीदर में भव्यता के साथ संपन्न हुआ गणेश... Neiphiu Rio Highlights Bamboo’s Role i...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટને આરડીએક્સ (RDX) બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવાના ચકચારી કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે મોટી

✍️ Reporter: Dhaval Maheta 🗓 17 Sep 2026, 10:14 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચેન્નઈની હોટેલમાંથી ગાંજાના સપ્લાયરોએ ધમકીભર્યો મેઈલ કર્યો પોલીસની તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બંને આરોપીઓ હાઈબ્રિડ ગાંજાના સપ્લાયરની શોધમાં છેક ચેન્નઈ સુધી પહોંચ્

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટને આરડીએક્સ (RDX) બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવાના ચકચારી કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી સુરત કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા આગળની સઘન તપાસ માટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે ગુનાની ગંભીરતા અને કેસના ઊંડાણને ધ્યાનમાં રાખીને બંને આરોપીઓના 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.

ચેન્નઈની હોટેલમાંથી ગાંજાના સપ્લાયરોએ ધમકીભર્યો મેઈલ કર્યો પોલીસની તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બંને આરોપીઓ હાઈબ્રિડ ગાંજાના સપ્લાયરની શોધમાં છેક ચેન્નઈ સુધી પહોંચ્યા હતા. ચેન્નઈમાં તેઓ એક હોટેલમાં રોકાયા હતા અને તે જ હોટેલના રૂમમાંથી તેમણે ૫ સપ્ટેમ્બરના રોજ સુરત કોર્ટના ઈ-મેઈલ આઈડી પર "Bomb rdx Ahemadabad and surat court aaj bomb blast hoga" લખીને ધમકીભર્યો મેઈલ મોકલ્યો હતો. આ મેઈલ sattavangupta@gmail .com આઈડી પરથી મોકલવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
📲Get App