🔥 TRENDING સંતરામપુરના સાગાવાડા ગામમાં જુગારમાં પ... બગોદરા માં બે જૂથો વચ્ચે ગાડી કાઢવા સં... Delhi Police Rescue Nepalese Youth fro... Kishanganj to Get State-of-the-Art 600... BJP chief Madan Rathod urges booth‑lev... Hyderabad Woman Arrested in Rajasthan’...
05 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર જિલ્લામાં લાંચીયો PSI 100,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

✍️ Reporter: Patel Arvindbhai Nathabhai 🗓 05 Sep 2026, 11:08 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં લાંચીયો PSI 100,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

જામીન અપાવવા અને માર નહીં મારવા માટે ₹2 લાખની લાંચની માંગ! પરંતુ ફરિયાદી ACB સુધી પહોંચ્યા અને પછી જે થયું તે ચોંકાવનારું છે… મહિસાગરમાં PSI ₹1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા!”
મહિસાગરમાં ACBનો સફળ ટ્રેપ સામે આવ્યો છે.
કોઠંબા પોલીસ સ્ટેશનની વરધરી આઉટ પોસ્ટ ખાતે ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેસરસિંહ રતુજી ચાવડા લાંચ લેતા ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે.

ACBના જણાવ્યા મુજબ, ફરિયાદીના ડ્રાઇવરથી થયેલા ફેટલ અકસ્માતના ગુનામાં જામીન અપાવવા તેમજ માર નહીં મારવા માટે ₹2 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે દાહોદ ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે 5 સપ્ટેમ્બર 2026ના રોજ વરધરી આઉટ પોસ્ટ ખાતે લાંચનું છટકું ગોઠવાયું હતું.
આ દરમિયાન આરોપીએ ₹1 લાખની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેને સ્થળ પરથી ઝડપી પાડ્યો અને ₹1 લાખની રકમ રિકવર કરી હોવાનું જણાવાયું છે.
સમગ્ર કાર્યવાહી દાહોદ ACBના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ. પઠાણ અને ACB સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
હવે આ મામલે કાયદેસરની કાર્યવાહી સાથે સમગ્ર લાંચ પ્રકરણની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લાંચ સામે અવાજ ઉઠાવવો કેમ જરૂરી છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને આવા જ લોકલ ન્યૂઝ અપડેટ માટે PTV6NEWSને ફોલો કરો.
📲Get App