“Probity for Prosperity” (સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ) થીમ હેઠળ સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી ‘ફરજ પ્રત્યેની નિષ્ઠા’ના શપથ ગ્રહણ કરતાં અમરેલી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ
“Probity for Prosperity” (સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ) થીમ હેઠળ સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી
‘ફરજ પ્રત્યેની નિષ્ઠા’ના શપથ ગ્રહણ કરતાં અમરેલી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ
અમરેલી તા. ૦૨ નવેમ્બર
ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા તા. ૦૬ નવેમ્બર,૨૦૨૬ સુધી સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી હાથ ધરવામાં આવી છે.
‘Probity for Prosperity (સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ)’ થીમ હેઠળ અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્રિત થઈને વહીવટી પારદર્શિતા, પ્રામાણિકતા અને નૈતિક મૂલ્યોનું પાલન કરવા માટેના ‘ફરજ પ્રત્યેની નિષ્ઠા’ના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.
રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર નિર્મૂલન અને સત્યનિષ્ઠા અનિવાર્ય હોવાનું જણાવી ઉપસ્થિત સ્ટાફે જાહેર જીવનમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
શપથ ગ્રહણના આ કાર્યક્રમમાં કચેરીના તમામ વહીવટી અને ટેકનિકલ કર્મચારીઓએ ઉત્સાહભેર સહભાગી થઈ સરકારી યોજનાઓ અને સેવાઓની માહિતી છેવાડાના માનવી સુધી કોઈ પણ ભેદભાવ વિના અને પૂર્ણ નિષ્ઠાપૂર્વક પહોંચાડવા માટે પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી.