अपराध
ભાદર નદી કે કેમિકલની ફેક્ટરી? જેતપુરની જીવાદોરી પર ફરી વળ્યું પ્રદૂષણનું સફેદ ઝેર!"
જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી ફરી એકવાર પ્રદૂષણના ગંભીર ભરડામાં આવી ગઈ છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભાદર નદીના વહેતા પાણીમાં કેમિકલના
કારણે સફેદ ફીણના વ્યાપક સ્તર (ચાદર) જામી ગયા છે. નદીનું કુદરતી પાણી ક્યાંય દેખાતું નથી અને માત્ર કેમિકલયુક્ત દૂષિત પાણી ઉછાળા મારી રહ્યું છે.
આ ભયાનક દ્રશ્યો એ વાતની સાબિતી આપે છે કે સ્થાનિક ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગોના કેમિકલયુક્ત પ્રોસેસ વગરના પાણીને ખુલ્લેઆમ નદીમાં વહાવી દેવામાં આવી રહ્યું છે.
નદીની આસપાસ પક્ષીઓ ઉડી રહ્યા છે, જે આ ઝેરી પાણીના કારણે જોખમમાં મુકાયા છે. સ્થાનિક પર્યાવરણ અને જળચર સૃષ્ટિ સામે મોટો ખતરો ઊભો થયો છે.
સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સ્થાનિક વહીવટી તંત્ર આ ગંભીર પર્યાવરણીય ગુના સામે કેમ કોઈ કડક પગલાં નથી ભરી રહ્યું, તે એક મોટો સવાલ છે.
કેમિકલ માફિયાઓ દ્વારા નદીને જીવતી જલાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે શું તંત્ર જાગશે કે પછી આંખ આડા કાન કરવાનું ચાલુ જ રાખશે?