🔥 TRENDING दतिया से भितरवार आतंक मचाने जा रहे आधा... जसोलधाम माता रानी मंदिर में दशमी पर उम... सरकारी शिक्षक हत्या मामले पुलिस ने बंज... कल्याण माळशेज वाहतूक करणारी भाजी पाला... নন্দীগ্রামের পথে পথে জনসংযোগে বিজেপি প... જીરાના કટ્ટા(કોથળા)ઓ ની ચોરીઓ કરતી ગેં...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત માટે ગૌરવની ક્ષણ
Sports

ગુજરાત માટે ગૌરવની ક્ષણ

✍️ Reporter: SAGAR PATEL 🗓 06 Aug 2026, 12:01 AM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગરના સાહસિક યુવાન અર્જુન મછારે સાયકલ દ્વારા 17,769 ફૂટ ઊંચો ‘થોરોંગ-લા પાસ’ પાર કરીને ઇતિહાસ રચ્યો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નાના એવા ઝેર ગામના સાહસિક યુવાન અર્જુનભાઈ ર

ગુજરાત માટે ગૌરવની ક્ષણ

મહીસાગરના સાહસિક યુવાન અર્જુન મછારે સાયકલ દ્વારા 17,769 ફૂટ ઊંચો ‘થોરોંગ-લા પાસ’ પાર કરીને ઇતિહાસ રચ્યો

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નાના એવા ઝેર ગામના સાહસિક યુવાન અર્જુનભાઈ રામાભાઈ મછારે એ પોતાની અડગ મહેનત, દૃઢ મનોબળ અને સાહસિકતા દ્વારા વિશ્વપ્રસિદ્ધ થોરોંગ-લા પાસ સાયકલ દ્વારા પાર કરીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

નેપાળ સ્થિત અન્નપૂર્ણા પર્વતીય વિસ્તારમાં આવેલો થોરોંગ-લા પાસ સમુદ્ર સપાટીથી અંદાજે 17,769 ફૂટની ઊંચાઈએ આવેલો છે. અત્યંત પ્રતિકૂળ હવામાન, ઓક્સિજનની અછત, કપરા ચઢાણ અને જોખમી માર્ગ વચ્ચે સાયકલ ચલાવી આ સિદ્ધિ હાંસલ કરવી અત્યંત પડકારજનક માનવામાં આવે છે.

અર્જુન મછારે લાંબા સમય સુધી સતત શારીરિક તૈયારી, નિયમિત કસરત અને માનસિક સજ્જતા દ્વારા આ અભિયાન પૂર્ણ કર્યું હતું. અનેક મુશ્કેલીઓ છતાં તેમણે હિંમત ગુમાવ્યા વગર અંતિમ લક્ષ્ય સુધી પહોંચીને એક અનોખો ઇતિહાસ રચ્યો છે.

તેમની આ સિદ્ધિને પગલે મહીસાગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી ફેલાઈ છે. ગામના આગેવાનો, યુવાનો, સામાજિક સંસ્થાઓ તથા રમતગમત પ્રેમીઓએ અર્જુનભાઈને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

સ્થાનિક લોકોનું માનવું છે કે અર્જુનભાઈની આ સિદ્ધિ રાજ્યના યુવાનો માટે પ્રેરણારૂપ બનશે અને સાહસિક રમતગમત પ્રત્યે નવી પેઢીમાં ઉત્સાહ વધારશે.
📲Get App