🔥 TRENDING સુરતમાં શ્રીજી વિસર્જન પાવન પર્વ માટે... Jharkhand on Alert as Monsoon System B... Rubella Suspect in Simdega Triggers Al... Jharkhand Consumer Court Orders Railwa... RBI reports rise in banks' regulatory... SAI ramps up logistical support for In...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
🟢 ઘુટેલી ગામની આંગણવાડીના ભૂલકાઓને શૈક્ષણિક કિટનું વિતરણ
Local

🟢 ઘુટેલી ગામની આંગણવાડીના ભૂલકાઓને શૈક્ષણિક કિટનું વિતરણ

✍️ Reporter: Samir Malek 🗓 05 Aug 2026, 03:28 PM 👁 295
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેટલાદ તાલુકાના ઘુટેલી ગામમાં આજે ESL (Ecosynergy Ltd) કંપની દ્વારા સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત આંગણવાડીના તમામ નાના ભૂલકાઓને સ્કૂલબેગ, પાણીની બોટલ અને ટિફિન બોક્સનું નિઃશુલ્ક વ

🟢 ઘુટેલી ગામની આંગણવાડીના ભૂલકાઓને શૈક્ષણિક કિટનું વિતરણ

પેટલાદ તાલુકાના ઘુટેલી ગામમાં આજે ESL (Ecosynergy Ltd) કંપની દ્વારા સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત આંગણવાડીના તમામ નાના ભૂલકાઓને સ્કૂલબેગ, પાણીની બોટલ અને ટિફિન બોક્સનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. મળેલી શૈક્ષણિક સામગ્રીથી બાળકોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી હતી. કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, શિક્ષણને પ્રોત્સાહન મળે અને બાળકોમાં શાળાપ્રત્યેનો ઉત્સાહ વધે તેવા હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં ઘુટેલી ગામના સરપંચ પિનલબેન પટેલ, સરકારી દવાખાનાના ડૉ. સ્વીટીબેન, તેમજ પ્રતિક ઠાકોર, ભાવનાબેન, અશોક ચૌહાણ, વિશાલ પટેલીયા, હરીશ પરમાર, હિતેશ વાઘેલા, અજય વાઘેલા, સુશીલાબેન વાઘેલા, અજય સોલંકી, નીતિન વાઘેલા, વિનુભાઈ વાઘેલા, જગદીશ સોલંકી, અંજનાબેન સોલંકી અને યશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ESL (Ecosynergy Ltd) કંપનીના આ સેવાભાવી અને સમાજોપયોગી કાર્યની પ્રશંસા કરી હતી. ગામના આગેવાનો અને ગ્રામજનોએ પણ કંપનીના આ લોકહિતના પ્રયાસને વધાવી લીધો હતો.

રિપોર્ટર : સમીર મલેક | NEED24 ન્યૂઝ
📲Get App