🔥 TRENDING Tripura seeks fish production self‑suf... Punjab shows larger gender gap in prot... Virat Kohli Sets New Records in India... India Sees Permanent Shift in Seasonal... Delhi to See Showers Today as IMD Issu... Heavy Rain Hits Five Southern Regions,...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા અને કોલ લેટર અંગે મહત્વની જાહેરાત
Jobs & Career

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા અને કોલ લેટર અંગે મહત્વની જાહેરાત

✍️ Reporter: Naqvi Mehdi Hasan 🗓 04 Aug 2026, 11:18 PM 👁 104
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રજૂઆત કરવા અંગે: જો કોઈ ઉમેદવારે ઉપરોક્ત બંને જાહેરાતો માટે અરજી કરી હોય પરંતુ ભરતી બોર્ડની કોમન યાદીમાં તેમનું નામ ન હોય, તો તેમણે ઓનલાઇન અરજીની નકલો સાથે તા. ૧૦/૦૮/૨૦૨૬ ના સાંજના ૧૭:૦૦ વાગ્યા સુધીમાં રૂબરૂ, સ્પીડ પોસ્ટ અથવા કુરીયર મારફતે ભરતી બોર્ડની કચેરી (બંગલા નં. ગ-૧૨, સરીતા ઉદ્યાનની નજીક, સેક્ટર-૯, ગાંધીનગર) ખાતે લેખિત રજૂઆત પહોંચાડવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલી રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા અને કોલ લેટર અંગે મહત્વની જાહેરાત
​ગાંધીનગર:
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ ટેકનિકલ અને ડ્રાઇવર સંવર્ગની ભરતી પ્રક્રિયા અંતર્ગત મહત્વની પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો નીચે મુજબ છે:
​ભરતીની મુખ્ય વિગતો:
​જાહેરાત ક્રમાંક GPRB/202526/2: પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)ની ૧૭૨ જગ્યાઓ અને ટેકનિકલ ઓપરેટરની૬૯૮ જગ્યાઓ.
​જાહેરાત ક્રમાંક GPRB/202526/3: પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની ૩૫ જગ્યાઓ.
​જાહેરાત ક્રમાંક GPRB/202526/4: હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧)ની ૪૫ જગ્યાઓ.
​લેખિત પરીક્ષા અને કોલ લેટર:
​પરીક્ષાની તારીખ: ઉપરોક્ત તમામ જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા તા. ૨૩/૦૮/૨૦૨૬ ના રોજ અમદાવાદ ખાતે યોજાશે.
​કોલ લેટર ડાઉનલોડ: ઉમેદવારો તા. ૧૭/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાકથી OJAS ની સત્તાવાર વેબસાઇટ ([https://ojas.gujarat.gov.in](https://ojas.gujarat.gov.in)) પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
​કોમન ઉમેદવારો માટે ખાસ સૂચના:
​પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧) - આ બંને જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો બંને પરીક્ષા એક જ પરીક્ષા કેન્દ્ર (શાળા) ખાતે આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
​બંને જાહેરાતમાં ઓનલાઇન અરજીમાં એકસરખી વિગત ધરાવતા કોમન ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ ([https://gprb.gujarat.gov.in](https://gprb.gujarat.gov.in)) પર મુકવામાં આવી છે.
​રજૂઆત કરવા અંગે:
જો કોઈ ઉમેદવારે ઉપરોક્ત બંને જાહેરાતો માટે અરજી કરી હોય પરંતુ ભરતી બોર્ડની કોમન યાદીમાં તેમનું નામ ન હોય, તો તેમણે ઓનલાઇન અરજીની નકલો સાથે તા. ૧૦/૦૮/૨૦૨૬ ના સાંજના ૧૭:૦૦ વાગ્યા સુધીમાં રૂબરૂ, સ્પીડ પોસ્ટ અથવા કુરીયર મારફતે ભરતી બોર્ડની કચેરી (બંગલા નં. ગ-૧૨, સરીતા ઉદ્યાનની નજીક, સેક્ટર-૯, ગાંધીનગર) ખાતે લેખિત રજૂઆત પહોંચાડવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલી રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં.
📲Get App