🔥 TRENDING காரைக்குடி தேசிய நெடுஞ்சாலையில் வாகன வ... વેરાવળ બસ સ્ટેશન માં ની શુલક આંખની તપ... NHAI signs MoU with SSNNL to fast‑trac... Navrachana University’s Dr Gaurav Para... Madhya Pradesh HC says agency can't be... BJP's Hemant Sankhla Elected Deputy Ma...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વંથલીના થાણાપીપળી ગામમાં બે સ્વાન કુવામાં પડ્યા, સ્થાનિક યુવાનોએ બચાવ્યા
Local

વંથલીના થાણાપીપળી ગામમાં બે સ્વાન કુવામાં પડ્યા, સ્થાનિક યુવાનોએ બચાવ્યા

✍️ Reporter: Samir Bhalodiya 🗓 04 Aug 2026, 08:06 PM 👁 108
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં બસ સ્ટેશન પાસે આવેલા કુવામાં બે સ્વાન પડી જતાં સ્થાનિક યુવાનો દ્વારા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. ગામના બસ સ્ટેશન પાસે આવેલા એક કુવામાં બે સ્વાન પડી જતાં સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ગામના કેટલાક યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવાનોએ ભારે જહેમત અને હિંમત દાખવીને દોરડાની મદદથી બંને સ્વાનોને કુવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

યુવાનોની સમયસર અને સરાહનીય કામગીરીને કારણે બંને સ્વાનોનો જીવ બચી ગયો હતો. ગામલોકોએ યુવાનોની આ માનવતાભરી કામગીરીને બિરદાવી હતી અને તેમના સેવાભાવી પ્રયાસોની પ્રશંસા કરી હતી.
📲Get App