🔥 ट्रेंडिंग राजस्थान CET 2026 परीक्षा स्थानीय निका... मुख्य मंत्री विजय ने स्कूल नाश्ता योजन... 22 सितंबर 2026 को तमिलनाडु में चांदी क... तमिलनाडु के सीएम विजय ने मुफ्त नाश्ता... नदी सफाईकर्ता बित्तु तबाही ने गुरुग्रा... जयपुर के खोरा बीसल में थार सवार युवाओं...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તાપી જિલ્લાના સોનગઢમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર
कृषि

તાપી જિલ્લાના સોનગઢમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 03 अग. 2026, 09:12 PM 👁 57
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સિંગપુર વિભાગની પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી 250થી વધુ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરી રહી છે.

તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના સિંગપુર વિભાગમાં પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મંડળીની બહેનો જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત કેવી રીતે તૈયાર કરવું તે અંગે પ્રાયોગિક તાલીમ આપી રહી છે, જે ખેડૂતોના આત્મવિશ્વાસને વધારવામાં મદદરૂપ બની રહી છે.

મંડળીના પ્રમુખ ભદ્રાબેન ગામીતે જણાવ્યું કે, "પ્રાકૃતિક ખેતી હવે વિકલ્પ નહીં, પરંતુ જરૂરિયાત બની ગઈ છે." આ મંડળીમાં 250થી વધુ મહિલા ખેડૂતો જોડાયેલા છે, જે સતત અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરણા આપી રહ્યા છે.

જૂના દેશી બિયારણોના સંવર્ધનથી લઈને પ્રાકૃતિક રીતે ઉત્પાદિત અનાજ અને શાકભાજીના સ્થાનિક સ્તરે ખરીદ-વેચાણ સુધીની સમગ્ર વ્યવસ્થા ઊભી કરીને આ મંડળીએ પ્રાકૃતિક ખેતીને વ્યવહારિક સ્વરૂપ આપ્યું છે.

તાપી જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં આત્મા પ્રોજેક્ટ હેઠળ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા અંદાજે એક લાખથી વધુ ખેડૂતો અને કૃષિ સાથે સંકળાયેલા લોકોએ પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ મેળવી છે. પ્રાકૃતિક ખેતી માત્ર જમીન બચાવવાનો માર્ગ નથી, પરંતુ આવનારી પેઢીના સ્વસ્થ જીવન અને ટકાઉ કૃષિનો મજબૂત પાયો પણ છે.
📲Get App