🔥 TRENDING અવકાશમાંથી પૃથ્વીનો અદભૂત નજારો: શુભાં... England fast bowler Mark Wood announce... ಕಾಗವಾಡವನ್ನು ಬರಪೀಡಿತ ಪ್ರದೇಶವೆಂದು ಘೋಷಿಸಲ... New World Map Sparks Controversy CAP Initiative to Unlock Agriculture a... J&K Government to Extend Electricity B...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિસાગર જિલ્લાની પ્રવાસનસ્થળો અને વનરાજી ખીલી ઉઠી છે
Local

મહિસાગર જિલ્લાની પ્રવાસનસ્થળો અને વનરાજી ખીલી ઉઠી છે

✍️ Reporter: Burhaan sibhai 🗓 02 Aug 2026, 10:40 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહિસાગર જિલ્લામાં પ્રવાસનસ્થળો અને વનરાજી સોળે કળાએ નવા રંગમાં ખીલી ઉઠી છે, જે સ્થાનિક અને પર્યટકોને આકર્ષિત કરી રહી છે.

મહિસાગર જિલ્લાની પ્રવાસનસ્થળો અને વનરાજી ચોમાસામાંસોળે કળાએ તાજેતરમાં નવા રંગમાં ખીલી ઉઠી છે. આ વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય અને પર્યાવરણની વિશેષતા જોવા મળી રહી છે, જે સ્થાનિક પર્યટકોને આકર્ષિત કરી રહી છે. જિલ્લામાં આવેલા પર્યટનસ્થળો ડેમો યાત્રાધામો જેવા કે કડાણાડેમ માનગઢ હિલ કલેશ્વરી ધામ સાતકુંડા વોટરફોલ જેવા અનેક સ્થળોએ સ્થાનિક મુલાકાતીઓનો ધસારો જોવા મળે છે
મહિસાગર જિલ્લો આમ પણ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે, પરંતુ ચોમાસાની સિઝનમાં આ જિલ્લાનું રૂપ કંઈક અલગ જ નિખરી આવે છે. સારો વરસાદ થતા સમગ્ર જિલ્લામાં ચોતરફ હરિયાળી વનરાજી છવાઈ ગઈ છે.વરસાદ પડતા જ મહિસાગર જિલ્લાના જાણીતા જળધોધ પણ જીવંત થયા છે. સાતકુંડા વોટરફોલ અને વાવકુવા વોટરફોલ ખાતે પહાડો પરથી ધસમસતો શ્વેત પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખળખળ વહેતા ઝરણાં અને આસપાસની શાંત વનરાજી વચ્ચે સમય પસાર કરવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે.
📲Get App