🔥 ट्रेंडिंग NEET UG 2026 परामर्श 4 अगस्त से शुरू महीन्द्रा विश्वविद्यालय ने 1,309 स्नात... तेलंगाना ने डॉ एन वाणी को मेडिकल एजुके... घगरा नहर से बाढ़, ओडिशा में 300 से अधि... कनक न्यूज ओडिशा 2 अगस्त 2026 को 5:30 P... केंद्र और आंध्र प्रदेश ने तंबाकू किसान...
02 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડા નગરના આંતરિક માર્ગો બિસ્માર હાલત માં

લુણાવાડા નગરના આંતરિક માર્ગો બિસ્માર હાલત માં

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 02 अग. 2026, 08:04 PM 👁 32
લુણાવાડા નગરના વિસ્તારોને હાઈ વે સાથે જોડતા મહત્વના માર્ગો પૈકીનો એક માર્ગ ચારકોશિયા નાકા થી મધવાસ દરવાજા અને વાસિયા તળાવ તરફ જતો રસ્તો છેલ્લા ઘણા સમય થી તૂટેલી હાલતમાં છે આ બાબતે સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા ઘણા સમયથી નવીન માર્ગ બનાવવા રજૂઆત કરવામાં આવેલ હતી પરંતુ નગરપાલિકા દ્વારા પેચવર્ક કરવાને બદલે કપચી અને માટી થી ખાડા પૂરવામાં આવ્યા હતા જે એક j વરસાદ માં ધોવાઈ જતા માર્ગ ફરી બિસ્માર બની ગયેલ છે આ માર્ગ સતત ટ્રાફિક અને રાહદારીઓની અવર જવર થી સતત વ્યસ્ત રહે છે અને આખા માર્ગ પર ખાડા પડી જવાથી તેમજ ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ લેવલમાં ન હોવાથી ખૂબ જ મુશ્કેલી પડી રહી છે રસ્તા પરના ખાડાઓમાં પાણી ભરવા થી મચ્છર જન્ય રોગો ફેલાવા નું જોખમ ઉભુ થયું છે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પેચવર્ક કરી રસ્તાનું રિપેરિંગ થાય તેવી લોકોની લાગણી અને માંગણી છે
📲Get App