🔥 TRENDING અમદાવાદ શહેર શાહપુર પોલીસ British Vogue Names Most Jaw‑Dropping... Koimoi Releases 2026 Kannada Box Offic... South Korean Stocks Drop: 70% Fall in... Punjab Governor Urges Making Chandigar... Assam Launches 2027 Census Self‑Enumer...
02 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નંદાસણ પોલીસની મોટી કાર્યવાહી: ક્રેટા કારમાંથી લાખોનો વિદેશી દારૂ જપ્ત

નંદાસણ પોલીસની મોટી કાર્યવાહી: ક્રેટા કારમાંથી લાખોનો વિદેશી દારૂ જપ્ત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 02 Aug 2026, 12:31 PM 👁 19
નંદાસણ પોલીસની મોટી કાર્યવાહી: ક્રેટા કારમાંથી લાખોનો વિદેશી દારૂ જપ્ત

મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં ક્રેટા કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાનથી ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા હતા. પોલીસે દારૂ સાથે હેરાફેરીમાં વપરાયેલી ક્રેટા કાર પણ જપ્ત કરી છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ, કાર સહિત કુલ ₹16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે નંદાસણ પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App