🔥 TRENDING Ahmedabad Declared Red Alert Amid Heav... Rudraprayag River Levels Rise After He... Devi Sri Prasad Joins Karthi30 as Musi... Sudbury Director Darby Kay Shoots Shor... SS Rajamouli Wraps Major Shoot of Mahe... AIR Aizawl Remains Trusted Information...
02 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં ફરી રસ્તો બંધ, પાણીની આવક વધતા તંત્રનો નિર્ણય
National

વિરમગામમાં ફરી રસ્તો બંધ, પાણીની આવક વધતા તંત્રનો નિર્ણય

✍️ Reporter: Jignesh chavda 🗓 02 Aug 2026, 10:24 AM 👁 3
વિરમગામ તાલુકામાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સોકલી ફાટકથી રેયાપુર તરફ જતો માર્ગ ફરી એકવાર વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. રોડ પર પાણીનું સ્તર વધતા સલામતીના હેતુથી તંત્રે આ નિર્ણય લીધો છે.
તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થવા, બંધ માર્ગનો ઉપયોગ ટાળવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ માર્ગ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
📲Get App