🔥 ट्रेंडिंग उत्तराखंड के चोप्टा में फोटो खींचते सम... दिल्ली हाई कोर्ट ने SAP को नायरा एनर्ज... शार्जील इमाम को रिश्तेदार की शादी में... तीन लोग पुलिस बनकर दिल्ली के कलकाजी पा... खरगापुर हॉस्टल से तीन बच्चे लापता, संच... दौसा में बैंक घोटाला: प्रबंधक व तीन लो...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘે જાતતપાસ કરી : વહેલીતકે માર્ગ વ્યવહાર પુનઃસ્થાપિત કરવા સૂચના

નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘે જાતતપાસ કરી : વહેલીતકે માર્ગ વ્યવહાર પુનઃસ્થાપિત કરવા સૂચના

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 01 अग. 2026, 05:18 PM 👁 76
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદ વચ્ચે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે કેવડિયા-તણખલા માર્ગ અને તિલકવાડાના મઢી આશ્રમ સહિત અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કેવડિયા-તણખલા માર્ગ પર નિર્માણાધીન બ્રિજ નજીક ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે. કલેક્ટરે સંબંધિત વિભાગોને વરસાદમાં વિરામ મળતાં જ જરૂરી મશીનરી અને માનવબળ સાથે યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી માર્ગ વહેલી તકે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવા સૂચના આપી હતી.
ત્યારબાદ તિલકવાડાના મઢી આશ્રમ વિસ્તારમાં નર્મદા અને મેણ નદીના સંગમ પાસે થયેલા જમીન ધોવાણનું નિરીક્ષણ કરી સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે નાગરિકોને વરસાદી પરિસ્થિતિમાં બિનજરૂરી મુસાફરી ટાળવા, નદીકાંઠે ન જવા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. સાથે જ જનસુરક્ષા અને માર્ગ વ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરવા તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
📲Get App