🔥 TRENDING Amar Ujala Provides Live News Updates... Missing Girl Found Dead in Gorge; Poli... Madhya Pradesh Records 6% Below-Normal... Sunil Kothari Leads Jaipur Mayor Race... पहाड़ों के किसान का दर्द रवि किशन के वायरल मामले पर गोरखपुर में...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સૂર્યપ્રકાશથી સોલર સુધી, ગુજરાત સરકારનો ગ્રીન એનર્જી રોડમેપ:
Technology

સૂર્યપ્રકાશથી સોલર સુધી, ગુજરાત સરકારનો ગ્રીન એનર્જી રોડમેપ:

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 27 Jun 2026, 06:50 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરકારી કચેરીઓમાં ઊર્જા બચત અંગેની માર્ગદર્શિકા જાહેર..

સૂર્યપ્રકાશથી સોલર સુધી, ગુજરાત સરકારનો ગ્રીન એનર્જી રોડમેપ: સરકારી કચેરીઓમાં ઊર્જા બચત અંગેની માર્ગદર્શિકા જાહેર...

"વીજ બચત એ જ વીજ ઉત્પાદન"ના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં વીજ બચત અભિયાનનો પ્રારંભ; વીજ બચતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કચેરીને સન્માનિત કરાશે...

🔹 તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવું

🔹 કચેરીના કોરિડોર્સ, મીટિંગ રૂમ, પાર્કિંગ અને શૌચાલયોમાં આપમેળે કામ કરતા ઓક્યુપન્સી સેન્સર્સ તેમજ ટાઈમર આધારિત ઓટોમેશન કંટ્રોલ સિસ્ટમ્સ સ્થાપિત કરાશે

🔹 બહુમાળી મકાનોમાં લિફ્ટનો ઉપયોગ ઘટાડી અને સીડીનો ઉપયોગ થાય તે પ્રકારે જાગૃતિ માટેના પોસ્ટરો લગાડવામાં આવશે; દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ મળતો હોય તો ઓછામાં ઓછી લાઈટોનો વપરાશ કરી શકાય તે માટેના પ્રયત્નો હાથ ધરાશે

🔹 તમામ વિભાગોએ આગામી 45 દિવસની અંદર પોતાનો "ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન" તૈયાર કરી ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી-GEDAને સબમિટ કરવાનો રહેશે
📲Get App