🔥 TRENDING Liam Hemsworth Defends Miley Cyrus’ Ma... Salman Khan and Director Anees Bazmee... Universal Music India to Restrict New... Ritviz Says Honesty Is the Only Lastin... Teen Sets Record for Most Odia Songs S... Goa to Impose ₹1 Lakh Fine on Loud Bea...
01 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આપત્તિ સામે સજ્જ અમરેલી... સુરક્ષા માટે આધુનિક તૈયારીઓ!

આપત્તિ સામે સજ્જ અમરેલી... સુરક્ષા માટે આધુનિક તૈયારીઓ!

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 01 Aug 2026, 10:16 AM 👁 23
આપત્તિ સામે સજ્જ અમરેલી... સુરક્ષા માટે આધુનિક તૈયારીઓ!

કાયદા અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી શહેર સ્થિત ફાયર સ્ટેશનની મુલાકાત લઈ આપત્તિ વ્યવસ્થાપન માટે ઉપલબ્ધ સાધનો, સંસાધનો અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું.

આ દરમિયાન અમરેલી ફાયર બ્રિગેડને ઉપલબ્ધ આશરે રૂ. ૯૦ લાખથી વધુ કિંમતના અત્યાધુનિક 'વોટર કમ ફોમ ટેન્ડર' સહિતની સુવિધાઓ અંગે માહિતી મેળવી. સાથે જ અમરેલી જિલ્લામાં તૈનાત NDRFની ટીમે બચાવ કામગીરી માટેની પોતાની તૈયારીઓ, સાધનસામગ્રી અને કાર્યયોજનાની વિસ્તૃત માહિતી રજૂ કરી.

ભારે વરસાદ અને સંભવિત આપત્તિઓને ધ્યાનમાં રાખીને *"પૂર્વ તૈયારી જ શ્રેષ્ઠ સુરક્ષા"* ના અભિગમ સાથે જિલ્લા તંત્ર અને બચાવ દળો સંપૂર્ણ સતર્ક છે.
📲Get App