🔥 ट्रेंडिंग बुढ़ार में स्वास्थ्य विभाग की नाक के न... बिहार के मुख्यमंत्री सम्राट चौधरी भोजप... Rockline Venkatesh to Produce Rashmika... రిమ్స్ వద్ద పోలీసుల బందోబస్తు.. ఎస్పీ... बराम्पुर‑अँकुशपुर‑जगदलपुर चौराहे पर 56... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જિલ્લા કલેક્ટર એ અધિકારીઓને સતત સતર્ક રહી પરિસ્થિતિ પર નજર રાખવા, સંકલન જાળવવા અને જરૂરિયાત મુજબ ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટર એ અધિકારીઓને સતત સતર્ક રહી પરિસ્થિતિ પર નજર રાખવા, સંકલન જાળવવા અને જરૂરિયાત મુજબ ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

✍️ रिपोर्टर: Mehul sinh jadeja 🗓 31 जुल. 2026, 08:16 PM 👁 78
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા કલેક્ટર ગંગાસિંઘની જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત લીધી અતિભારે વરસાદને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી ગંગાસિંઘે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં વરસાદની વર્તમાન સ્થિતિ, વિવિધ તાલુકાઓમાં સર્જાયેલી પરિસ્થિતિ તેમજ જરૂરિયાત મુજબ નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર, આશ્રય, ભોજન, પીવાનું પાણી અને અન્ય આવશ્યક સુવિધાઓ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી.
આ ઉપરાંત, ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લાના નાગરિકો સુધી સમયસર ચેતવણી અને જરૂરી સૂચનાઓ વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેક્ટર એ અધિકારીઓને સતત સતર્ક રહી પરિસ્થિતિ પર નજર રાખવા, સંકલન જાળવવા અને જરૂરિયાત મુજબ ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ભારે વરસાદની સ્થિતિમાં બિનજરૂરી મુસાફરી ટાળે, નદી-નાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે તેમજ જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરી સુરક્ષિત રહે.
📲Get App