🔥 TRENDING ભારે વરસાદથી મોટા હરિપુરા–નાની કુમાડ મ... રેડ એલર્ટ વચ્ચે બોટાદમાં એલર્ટ મોડ! ND... અરવલ્લી કલેક્ટરશ્રીએ વાત્રક ડેમની મુલા... મહિન્દ્રા પિકઅપ અકસ્માત: વાંસદા વઘઈ રો... ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 55 માર્ગો... Alluri Sitarama Raju International Air...
31 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
National

વિરમગામમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

✍️ Reporter: Jignesh chavda 🗓 31 Jul 2026, 06:40 PM 👁 20

વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.

વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી છે.

વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની જરૂર પડી રહી છે.

જો વરસાદ સતત ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
📲Get App