🔥 TRENDING Andhra Pradesh Police 2026 Recruitment... Govt Sanctions 5 Lakh Affordable Homes... மாபெரும் இலவச கண் மருத்துவ முகாம் தொடங... Chandrababu Naidu Sets 2029 Housing Ta... IMD Warns of Extremely Heavy Rainfall... Gujarat Man Scammed Out of Rs 1.46 Cro...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાલાસિનોરમાં નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ
Local

બાલાસિનોરમાં નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ

✍️ Reporter: Alpeshkumar Rathod 🗓 30 Jul 2026, 03:28 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાલાસિનોરના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ સાથે આજે પ્રાંત સાહેબને લેખિત અરજી આપવામાં આવી.

બાલાસિનોરમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના હિતમાં નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે આજે બાલાસિનોરના પ્રાંત સાહેબને લેખિત અરજી આપવામાં આવી છે, જેમાં બસ સેવા શરૂ કરવા માટેનો રૂટ દર્શાવાયો છે. માંગેલ રૂટમાં બાલાસિનોર એસ.ટી. બસ ડેપો, રાજપૂરી દરવાજા, સલિયાવાડી દરવાજા, એમ. એન્ડ ઓ. શાળા, શ્રેયસ શાળા, બિલનામુવાડા, એ.સી.સી. ક્વોરી અને નાના બળિયાદેવ ડેરીનો સમાવેશ થાય છે.

આ નવી બસ સેવા શરૂ થવાથી મોટા બળિયાદેવ, નાના બળિયાદેવ, બિલનામુવાડા, વજેપુરા સહિતના 60થી વધુ વિદ્યાર્થીઓ અને અનેક ગ્રામજનોને સીધો લાભ મળશે. અગાઉ, બસ સલિયાવાડી દરવાજા માર્ગે જતી હતી, પરંતુ સ્થાનિક ડ્રાઈવર-કંડક્ટરની મનમાનીને રૂટ બદલીને માનવ હોટેલ તરફ કરવામાં આવ્યો હતો. પરિણામે, આ વિસ્તારમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરરોજ 2થી 3 કિમી પગપાળા જવું પડે છે.

આ મુદ્દે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. છેલ્લે 21 જુલાઈ, 2026ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ બાબતે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ, માનનીય પ્રાંત સાહેબશ્રીએ અલગ બસ સેવા માટે અરજી કરવાની સૂચના આપી હતી. તે અનુસંધાને આજે હિતુભા અરજી આપવામાં આવી છે.
📲Get App